અક્કીથી લઈ સુનીલ શેટ્ટી, આ સ્ટાર્સને નથી થઈ ઉંમરની અસર, Styleથી બનાવે છે દિવાના

0
572

વધતી ઉંમરની અસર દરેક પર જોવા મળે છે. બોલિવૂડના એક્ટર્સ પણ તેમાંથી બાકાત નથી રહેતા. ગ્લેમરસ ઇન્ડસ્ટ્રિમાં ઉંમર છુપાવી રાખવા માટે કોઇ કોસ્મેટિકની મદદ લે છે તો કોઇ વિવિધ પ્રકારની સર્જરીથી સુંદર લાગવાનો પ્રયાસ કરે છે. જોકે, આ ઝાકઝમાળની દુનિયામાં કેટલાક એક્ટર્સ એવા છે. જેની પર ઉંમરની કોઇ અસર જોવા મળતી નથી તેમજ પોતાનાથી અડધી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા છે. આ એક્ટર્સમાંથી કોઇ ચાલીસનું છે તો કોઇની ઉંમર 70ને પાર થઇ છે. આ એક્ટર્સ ફિટ રહેવા માટે પણ ખૂબ પરસેવો પાડે છે.

જાળવી રાખી છે સ્ટાઇલ સાથે ફિટનેસ
આમિર ખાન, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, મિલિંદ સોમણ, અનિલ કપૂર વગેરે જેવા બોલિવૂડના અનેક સેલેબ્સ સ્ટાઇલ સાથે ફિટનેસમાં પણ અવ્વલ આવે છે. આ એક્ટર્સ પોતાના લુકનું પણ ખાસ ધ્યાન રાખે છે. જ્યારે પણ વાત આવે ફિટનેસની તો અક્ષય કુમારનું નામ પહેલા આવે છે. 50 વર્ષનો અક્ષય કુમાર પોતાના રૂટિનને સ્ટ્રિક્ટ રીતે ફોલો કરે છે. 1991માં ‘સૌગંધ’થી પોતાનું ડેબ્યૂ કરનાર અક્ષય આજે પણ પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY