ન્યુ દિલ્હી,તા.૨૮/૦૨/૨૦૧૮
મોદી સરકાર માટે ચૂંટણીમાં અચ્છે દીન સ્લોગન સૌથી લોકપ્રિય રહ્યું હતું. ખરેખર મોદી સરકારની સારી કામગીરીને પગલે દેશમાં અચ્છેદીન ફરી આવી રહ્યા હોવાનો પૂરાવો ત્રીમાસિક જીડીપી રિપોર્ટ છે. વિશ્વમાં સૌથી ઝડપી પ્રગતિ કરતા દેશમાં ભારતનો સમાવેશ થયો છે. ભારતે ચીનને પણ પાછળ ધકેલી દીધો છે. મોદી સરકાર માટે અર્થવ્યવસ્થા મોરચે સારા સમાચાર આવ્યા છે. ત્રીજા ત્રિમાસિક જીડીનો વૃદ્ધિ દર ૭.૨ ટકા રહ્યો છે. જીડીપીમાં વૃદ્ધિથી ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતો દેશ બન્યો છે.
જીડીપીનો વૃદ્ધિ દર ત્રીજા ત્રિમાસિકમાં ૭.૨ ટકા રહ્યો છે. આ દરમિયાન ચીનની જીડીપીની રફ્તાર ૬.૮ ટકા રહી છે. ભારતે પ્રગતિમાં ચીનને પણ પાછળ ધકેલી દીધું છે. અર્થવ્યવસ્થાના મોરચે મોદી સરકાર માટે આ સમાચાર ઘણા રાહત આપે તેવા છે. મોદી ઘણા સમયથી બેડલોન અને ઇકોનોમીમાં સુસ્ત રફ્તાર અંગે આલોચનાનો સામનો કરી રહ્યાં છે.
ગત સપ્તાહે આવેલા રોયટર્સ પોલમાં જ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિ માસિકમાં જીડીપીની રફ્તાર ૬.૯ ટકા રહેવાનો અંદાજ મૂકાયો હતો. આ પહેલાં પણ વર્ષ ૨૦૧૬માં ભારતની જીડીપીમાં તેજ વૃદ્ધિ જાવા મળી હતી.
નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં બીજા ત્રીમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહ્યો હતો. સરકાર માટે રાહતરૂપ સમાચાર એટલા માટે છે કે, ચાલુ વર્ષમાં પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીનો ગ્રોશ રેટ ફક્ત ૫.૭ ટકા હતો.
પ્રથમ ત્રિમાસિકનો દર ૧૩ માસમાં સૌથી નીટો હોવાથી આ માટે આર્થિક નિષ્ણાતોએ આ માટે મોદી સરકાર અને તેમના નિર્ણયોને જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં નોટબંધીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"