અધ્યાપકોએ માંગણીઓને લઈ અનોખી રીતે દર્શાવ્યો વિરોધ

0
122

મધ્યપ્રદેશમાં શનિવારે રાજ્યભરમાંથી આવેલા અધ્યાપકોએ પોતાની વિવિધ માંગણી માટે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. આઝાદ અધ્યાપક સંઘના નેજા હેઠળ અહીંના જંમ્બુરી મેદાનમાં અધ્યાપકો ભેગા થયા હતા. ત્યાં મહિલાઓ સહિત 100થી વધુ અધ્યાપકોએ મુંડન કરાવ્યું હતું. આ સંઘના બે નેતાઓ શિલ્પી શિવાન અને શિવરાજ વર્માએ પોતાના ઘરેણાં ગિરવે મૂકીને મેદાન ભાડે લીધું હતું. આ માટે રૂ. 1.43 લાખ ચૂકવ્યા હતા. મધ્ય પ્રદેશમાં અધ્યાપકોએ પાંચ ખૂણામાંથી રથયાત્રા કાઢીને શનિવારે ભોપાલમાં ભેગા થયા હતા. પાંચ મહિલા અધ્યાપકે પહેલા મુંડન કરાવ્યું હતું ત્યારબાદ પુરુષ અધ્યાપકો પણ આગળ આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY