આ છે ઓરિસ્સાનો દશરથ માંઝી, પુત્રોને ભણાવવા પહાડ કાપી રસ્તો બનાવ્યો

0
53

બિહારના દશરથ માંઝીએ ગ્રામવાસીઓને ઈલાજ માટે એમ્બ્યૂલન્સ મળી રહે તે માટે માત્ર એક હથોડી અને છીણી લઈને એકલાં હાથે જ 360 ફુટ લાંબા, 30 ફુટ પહોલા અને 25 ફુટ લાંબા પહાડને કાપીને એક રસ્તો બનાવી લીધો હતો. ત્યારે ઓરિસ્સામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના બાળકો સ્કૂલે જઈ શકે તે માટે જાલંધર નાયક નામના એક શખ્સે પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે.

પહાડ કાપી 8 કિમીનો રસ્તો બનાવ્યો

– ઓરિસ્સાના ગુમસાહી ગામનો આ મામલો છે. કંથમાલનો રહેવાસી જાલંધર નાયકે ગુમસાહી ગામથી લઈને ફુલબાની શહેર વચ્ચે પડનારા એક વિશાળ પહાડને કાપીને 8 કિલોમીટર સુધી રસ્તો બનાવ્યો છે.
– ન્યૂઝ એજન્સીની માહિતી મુજબ જાલંધરે એટલાં માટે રસ્તો બનાવ્યો કે જેથી તેના બાળકો કોઈપણ જાતની મુશ્કેલી વગર સ્કૂલે જઈ શકે.
– નાયકે સતત બે વર્ષ સુધી દિવસ-રાત એક કરીને પહાડ કાપીને 8 કિલોમીટર સુધીનો રસ્તો બનાવ્યો છે. ત્યારે તેને 15 કિલોમીટર સુધી રસ્તો બનાવવાનું લક્ષ્ય છે.

માઉન્ટેન મેનનું સન્માન

– જિલ્લાધિકારીને જ્યારે સ્થાનિક અખબારમાં નાયકના કારનામાની જ વાત સાંભળતા તેમને આ માઉન્ટ મેનનું સન્માન કરવાનો ફેંસલો કર્યો છે.
– કલેકટરે નાયકને આર્થિક મદદ આપવા તેમજ વધુ મજૂરોને લગાવીને રોડ પૂરો કરવાના નિર્દેશ આપ્યાં છે.

આજીવિકા માટે શાકભાજી વેંચે છે નાયક

– જલંધર નાયક આજીવિકા માટે શાકભાજી વેંચે છે પરંતુ તે ઈચ્છે છે કે તેના બાળકો અભ્યાસ કરે જેથી તેનું જીવન આસાન બની રહે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY