ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ પત્ની સાથે કરી તાજમહેલની મુલાકાત

0
125

ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂ તાજમહેલ જોવા માટે આજે આગ્રા પહોંચી ગયા છે. તે પહેલાં તેમને વેલકમ કરવા માટે સીએમ યોગી ત્યાં પહોંચી ગયા છે. નેતન્યાહૂની આગ્રા મુલાકાતને ધ્યાનમાં રાખીને અહીંની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે. આ પહેલાં સોમવારે ભારત ઈઝરાયલ વચ્ચે ડિફેન્સ-સાઈબર સિક્યુરિટી સહિત 9 કરાર થયા છે. જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં નેતન્યાહૂએ નરેન્દ્ર મોદીને ક્રાંતિકારી નેતા જણાવ્યા હતા. તે સાથે જ કહ્યું હતું કે, તેમના ભાષણ રોક કોન્સર્ટ જેવા હોય છે.

નેતન્યાહૂને લંચ આપશે યોગી

– નેતન્યાહૂ સવારે 10.45 વાગે આગ્રા પહોંચશે. યોગી તેમને એરપોર્ટ પર રિસીવ કરશે. ત્યારપછી નેતન્યાહૂ ઓબેરોય અમર વિલાસ હોટલ જશે. ત્યાંથી તેઓ તાજમહેલને જોવા જશે.
– પરત ફર્યા પછી સીએમ યોગી અને નેતન્યાહૂ સાથે લંચ કરશે. અંદાજે 3 વાગે નેતન્યાહૂ આગ્રાથી દિલ્હી પરત આવવા રવાના થશે.
– નેતન્યાહૂ આગ્રામાં હોવાથી સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. રવિવારે એરપોર્ટથી આગ્રા સુધીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલોમાં રોકાયેલા ટુરિસ્ટોના ડેટા મેળવી લેવામાં આવ્યા છે અને હોટલ તેમજ નજીકમાં આવેલા મકાનની છત પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.

9 MoUs પર હસ્તાક્ષર

– બંને દેશોની વચ્ચે ફિલ્મ પ્રોડક્શન, સાઇબર સિક્યોરિટી, ઓઇલ એન્ડ એનર્જી, એગ્રીકલ્ચર, સ્પેસ એરિયા સહિત 9 MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
– આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ઇઝરાયલના પીએમનું તેમની પ્રથમ ભારતીય મુલાકાતમાં સ્વાગત છે. મોદીએ ઇઝરાયલની હિબ્રુ ભાષામાં બેંજામિન નેતન્યાહૂનું સ્વાગત કર્યુ હતું. મોદીએ કહ્યું કે, 2018માં ઇઝરાયલ પીએમ આપણાં પ્રથમ વિદેશી મહેમાન છે. આ મુલાકાત એવા સમયે થઇ રહી છે જે સમયે આપણો દેશ મકર સંક્રાતિ, લોહરી જેવા અનેક તહેવાર ઉજવી રહ્યું છે.
– મોદીએ પોતાના ભાષણમાં બંને દેશોને પોત-પોતાના ક્ષેત્રીય સમસ્યા સામે લડવા માટે એકબીજાંનો સાથ આપવાની વાત કહી.

બેંજામિને મોદીના વખાણમાં ના છોડી કોઇ કસર
– ઇઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂએ આ પ્રસંગે કહ્યું કે, પીએમ મોદી એક ક્રાંતિકારી નેતા છે. તેમના દ્વારા કરવામાં આવેલા સ્વાગત માટે હું ધન્યવાદ પાઠવું છું.
– આપણાં બંને દેશોની સભ્યતા ખૂબ જ પ્રાચીન છે. નેતન્યાહૂએ કહ્યું કે, ભારતીય જવાનોએ ઇઝરાયલ માટે પોતાનો જીવ આપ્યો છે.
– નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ આવનાર મોદી પ્રથમ ભારતીય બન્યા, જ્યારે તેઓ અહીં આવ્યા તો એવું લાગ્યું જાણે કોઇ રૉક કોન્સર્ટ હોય.
– ‘ભારતીયોએ હંમેશાથી જ યહૂદીઓને ગળે લગાડ્યા છે, અમારી મિત્રતામાં કંઇ નવું થઇ રહ્યું છે. હું અને મારી પત્ની ખૂબ જ ખુશ છીએ કારણ કે અમે બોલિવૂડમાં જઇ રહ્યા છીએ. અમને બંનેને બોલિવૂડ ફિલ્મો ખૂબ જ પસંદ છે. ઇઝરાયલ અને ભારત બંને આતંકથી પીડિત દેશ છે, અમે લડીએ છીએ પણ ક્યારેય હાર નથી માનતા.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY