કચ્છમાં સરકારના કર્મચારીઓનું શોષણ કરે છે ખાનગી એજન્સી

0
282

રાજયના અન્ય જિલ્લાઓની માફક કચ્છમાં પણ સરકારી કચેરીઓમાં મેનપાવર પુરો પાડવા માટે મહેસાણાની નીરવ એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સીને આઉટસોર્સીગનો કરાર સોંપાયો છે. ત્યારે સરકારી કામ કરવા માટે નિમાયેલી ખાનગી એજન્સી સ્ટાફના પગારમાંથી મોટી કટકી કરી તંત્રની આંખમાં ધુળ નાખી દર મહિને લાખો રૂપિયાનું કૈાભાંડ આચરી કર્મચારીઓનું શોષણ કરતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

તંત્રની આંખમાં ધુળ નાખી અાચરાતું કૌભાંડ

માત્ર કચ્છ જ નહી આ કૌભાંડના તાર રાજયવ્યાપી હોવાની પ્રબળ આશંકા વચ્ચે તંત્રના નાક નીચે આ આખુંય કાંડ આચરાતું હોવા છતાં હજુ સુધી આ એજન્સી સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં વહિવટીતંત્રની કાર્યવાહી સામે સવાલો ખડા થયા છે. ગત જુલાઇ માસની 11મી તારીખે મહેસાણાની નીરવ એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સીએ ડ્રાઇવર માટે 1 પેસો અને કોમ્પ્યુટર ઓપરેટર તેમજ પટાવાળા માટે શુન્ય પૈસાના સર્વિસ ચાર્જ ચુકવવા પેટે આ કરાર સોંપાયો હતો.

આકરી શરતોના પાલન વચ્ચે જાણે આ કરાર કોઇ સેવાકિય હેતુ માટે લેવાયો હોય તેવા નજીવા ભાવ સાથે આ કરાર અપાયો તે પછી આ ખાનગી એજન્સી તેના હસ્તકના ફાળવાયેલ કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબનો પગાર ચુકવવાની બાંહેધરી આપી તેમને નકકી કરાયેલ મુળ વેતનથી ઘણો જ ઓછો ઓછો પગાર ચુકવી કટકી કાંડ આચરી કર્મચારીઓનું શોષણ કરી રહી હોવા છતાં નિંદ્રાધીન તંત્ર તેનો ખેલ નિહાળી રહ્યું છે.

શૂન્ય અને એક પૈસામાં એજન્સીને અપાયેલો કરાર શંકાના ઘેરામાં

મહેસાણાની નિરવ એન્ટરપ્રાઇઝે ડ્રાઇવર માટે 0.1 પૈસો અને કોમ્પ્યુટર ઓપરેટર તેમજ સેવક માટે 0 પૈસામાં તંત્રે કોન્ટ્રેકટની કરેલી સોંપણી જિલ્લાના વહિવટીતંત્રે કરતાં આખોય કરાર જ શંકાના ઘેરામાં આવી ગયો છે. સામાન્ય માણસ પણ એટલો સમજતો હોય કે આકરી શરતોનું પાલન કરી કોઇપણ એજન્સી સાવ પાણીના ભાવે તો ધંધો ન જ કરે. ત્યારે વહિવટીતંત્રે કયા માપદંડને ધ્યાને લઇ મહેસાણાની આ એજન્સીને કરારની સોંપણી કરી તે પણ તપાસનો વિષય છે.

કરારમાં રખાયેલી આકરી શરતો-જોગવાઇ

– તમામ કર્મચારીઓનો એકસીડન્ટ વિમો ઉતરાવવો
– 3 લાખની સિકયોરીટી ડિપોઝીટની ભરપાઇ કરવી
– એજન્સીની કામગીરી સંતોષકારક ન જણાય કરાર રદ કરી સિકયુરીટી ડિપોઝીટ પણ જપ્ત કરાશે
– વાહનને નુકશાન થાયતો જવાબદારી એજન્સીની રહેશે
– કોમ્પ્યુટર ઓપરેટરને તાલિમ એજન્સીએ પુરી પાડવી
– સરકારી વાહનને કર્મચારી નુકશાન કરે તો નુકશાનીની ભરપાઇ એજન્સી કરે સેવકને યુનીફોર્મ, બુટ, કેપ આપવાના રહેશે.

કટકી કરીને પગાર ચુકવવામાં ડાંડાઇ

સરકારી તંત્રને આઉટસોર્સીગ મારફત મેનપાવર પુરો પાડનારી એજન્સી એકતરફ કર્મચારીઓને લઘુતમ વેતન ચુકવવાની બાંહેધરી લઇ તેમના પગારમાંથી મોટી કટકી કરી કર્મચારીઓનું શોષણ કરે છે. કટકી કર્યા બાદ પણ આ એજન્સી કર્મચારીઓના પગાર ચુકવવામાં પણ ડાંડાઇ કરતી હોય તેમ અનેક કર્મચારીઓ પાછલા કેટલાક માસથી પગાર મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY