કડકડતી ઠંડીમાં પણ 1048 સાઇકલ વીરો રેલીમાં જોડાયા

0
77

નેશનલ મેડિકોજ ઓર્ગેના-ઈજેશન, આરોગ્ય ભારતી અને જાયન્ટસ ગ્રુપ ગાંધીધામના સંયુક્ત તત્વાધાન માં ગાંધીધામ શહેર ખાતે આજે બૃહદ વિવેકાનંદ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કડકડતી ઠંડીમાં પણ એક હજારથી વધુ લોકો જોડાયા હતા. બેકીંગ સર્કલથી શરૂ થયેલી રેલી આદિપુરમાં સમ્પન્ન થઇ હતી. જ્યાં સ્પર્ધકોને આ રેલીમાં શહેરની લગભગ બધી જ મુખ્ય શાળાઓ ના બાળકો, બાલિકાઓ, યુવા મિત્રો અને વૃધ્ધો મોટી સંખ્યામાં સામેલ થયા હતા.

આ રેલીમાં સમ્મિલિત થવા મેડિકલ કોલેજ ભાવનગર, સોલા અને ગાંધીનગરથી યુવા ડોક્ટરો, ડો. સી. બી. ત્રીપાઠી – ડીન મેડિકલ કોલેજ ભાવનગરના નૈતૃત્વ મા જોડાયા હતા. શારીરિક અપંગતા ધરાવતા અને કૃત્રિમ પગ સાથે ઉદય બગડા પણ છાત્રોને પ્રોત્સાહીત કરવા આ રેલીમાં પોતાની સાઈકલ સાથે ઉપસ્થીત હતા. આ રેલીનો પ્રારંભ બેંકિંગ સર્કલ સ્વામી વિવેકાનંદની પ્રતીમા પર માળા અર્પણ સાથે કરવામાં આવ્યો હતો.

રેલીને સ્ટાર્ટ એન.એમ.ઓ ગાંધીધામના અધ્યક્ષ ડો. દિનેશ હરાણી, આરોગ્ય ભારતી ના અધ્યક્ષ ડો. નયન ઠક્કર, જાયંટ્સ ગ્રૂપના અધ્યક્ષ તેજાભાઈ કાનગડ, ડો. સી. બી. ત્રીપાઠી, ડો. નરેશ જોશી અને ડો. ચેતન એચ. વોરાએ આપ્યો હતો. રેલીમાં કુલ 1048 વ્યક્તિઓ પોતાની સાઈકલ સાથે જોડાયા હતા. રેલી બેંકીંગ સર્કલથી ઠીક સવારે 7 વાગ્યે પ્રારંભ થઈ ને ઓસ્લો ચાર રસ્તા, ઈફ્ફ્કો, રોટરી સર્કલ, મૈત્રી રોડ આદીપુર થી થઈ ને રામક્રુષ્ણ સેવા મિશન આદિપુર ખાતે સમાપ્ત થઈ હતી. રામકરણ તીવારી અને કાનગડે આભારવિધિ કરી હતી.

આ રેલીમાં આશીર્વચન આપવા ગાંધીધામ કોલેજીયેટ બોર્ડ ના પ્રમુખ ડો. અંજના હજારે અને ગાંધીધામ કોમર્સ કોલેજના પ્રધ્યાપક મનીષ પંડ્યા હાજર હતા. 62 વર્ષ ની ઉંમર માં 600થી 1000 કિ.મી સુધી સાઈકલ યાત્રા કરી ચુકેલ ડો. સી.બી.ત્રીપાઠી, અદભુત ક્ષમતા રાખતા વિકલાંગ ઉદય બગળા અને 65 વર્ષની મહિલા ચાલક ઉષાબેનનો જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમ પછી દરેક સાયકલિસ્ટને સ્વર્ણ પદકથી અન્માનિત કરવામાં આવ્યા. આ રેલી ને સફળ બનાવવા માં ડો. નિતેશ સુથાર, ડો. મુકેશ ભાટીયા, વગેરે તબીબોએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY