ગાંધીધામના કાર્ગો વિસ્તાર નજીક યાદવનગર ખાતે રહેતા સરણકલાદેવી નીકુદાસ રાજાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 ઇમરજન્સી સેવાને મદદે બોલાવ્યા બાદ તેમના ઘરનો રસ્તો સા઼કડો હોતાં એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહો઼ચી શકે તેમ ન હોતા઼ આખરે 108 એમ્બ્યુલન્સના ઇએમટી અને પાયલોટે તેમના ઘરથી અડધા કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ સુધી સ્ટ્રેચરમાં લઇ આવવાનું નક્કી કર્યું પરંતુ એમ્બ્યુલન્સ સુધી પહોંચે ત્યાં સુધીમાં સારણકલાદેવીને પીડા વધી ગઇ હતી
ત્યારે 108ના ઇએમટી રમેશભાઇ શિયાળ અને પાયલોટ નિકુંજભાઇ જોષીએ ત્યાંજ ડિલીવરી કરાવવાની ફરજ પડી હતી અને બાળકનો જન્મ કરાવી માતા તેમજ બાળકની જાન 108 ઇમરજન્સી સેવાના ઇએમટીએ બચાવી તરત સારવાર અર્થે રામબાગ હોસ્પીટલ દાખલ કરાવી કાબિલેદાદ કામગીરી કરી સમાજમાં ઉદાહરણ પુરુ઼ પાડ્યુ઼ હતું.
સમય અને સ્થીતી સાચવી લેવાતા જીવ બચ્યો
સાંકડા રસ્તાને કારણે એક તો અડધો કિલોમીટર સુધી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સ સુધી લઇ જવાની અને જ્યારે ત્યા સુધી પહોંચ્યા બાદ પીડા વધતાં ત્યાં જ ડીલીવરી કરાવવાની સમય સૂચકતા જો ઇએમટી ન વાપરત તો પ્રસુતાનો અને ગર્ભમાં રહેલા બાળકના જીવ પર જોખમ તોળાતુ હતુ. સ્થીતી અનુસાર નિર્ણય લેવાતા બંન્નેના જીવ બચાવી લેવાયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"