કેન્દ્રએ હજની સબસીડી ખતમ કરી, સુપ્રીમે 2012માં આપ્યા હતા નિર્દેશ

0
85

હજયાત્રીઓ માટે મોદી સરકારે મંગળવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, આ વર્ષથી હજયાત્રા માટે સરકાર તરફથી સબસીડી મળવી બંધ થઇ જશે. તેમણે કહ્યું કે આ વર્ષે 1 લાખ 75 હજાર મુસ્લિમો હજયાત્રા કરવાના છે, જેઓ સબસીડી વગર જશે. હજયાત્રા માટે સબસીડી પર વાર્ષિક 700 કરોડનો ખર્ચ થાય છે. નકવીએ એમપણ જણાવ્યું કે, સબસીડીનો ફાયદો મુસ્લિમોને મળતો ન હતો. ઉલ્લેખનીય છે કે આઝાદી પછી પ્રથમ વખત હજયાત્રા પરથી સબસીડી સમાપ્ત થાય છે.

Q&Aમાં સમજો આખો મામલો

સરકારે ફેંસલા પર શું કહ્યું?

– માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, “આ વર્ષથી હજ પર સબસીડી નહીં મળે. આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ 1 લાખ 75 હજાર મુસ્લિમો હજયાત્રા પર જશે. હવે હજ સબસીડી ફંડનો ઉપયોગ લઘુમતી કોમની છોકરીઓ અને મહિલાઓના એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ માટે કરવામાં આવશે. ”

2012માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

– હજ સબસીડી બાબતે SCએ કહ્યું હતું કે, લઘુમતી કોમને લાલચ આપવા જેવું છે અને આ સરકારે આ પોલિસીને ખતમ કરી દેવી જોઇએ.

સબસીડી ખતમ કરવા માટે કેટલો સમય આપ્યો હતો?

– SCએ કહ્યું હતું કે સરકાર ધીરે-ધીરે આ સબસીડીને ખતમ કરે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 વર્ષનો સમય આપ્યો હતો. એટલે કે 2022 સુધીમાં સબસીડી સંપૂર્ણપણ ખતમ કરવાની હતી.

સબસીડી ખતમ કરવાનો પ્રસ્તાવ ક્યારે રાખવામાં આવ્યો?

– ઓક્ટોબર 2017માં હજ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં હજ સબસીડીને ખતમ કરવાના પ્રસ્તાવ સહિત 16 ભલામણો કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સબસીડીમાંથી બચી જતા પૈસા મુસ્લિમોન શિક્ષણ, સશક્તિકરણ, કલ્યાણ પર ખર્ચ કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY