કોલેજીયન સ્ટુડન્ટ્સે સેલિબ્રેટ કરી ઉત્તરાયણ, જાણીને તમે પણ કરશો સલામ

0
73

શહેરની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ બેટી બચાવો અને બેટી પઢાવનો સંદેશ આપતી પતંગ તૈયાર કરી હતી. અને અનોખી પતંગો સાથે રન કરી હતી. લોકોને પણ પતંગો પર બેટી બચાવો અને બેટી પઢાવ…લખીને પતંગ ચગાવવાની અપીલ કરી હતી. આમ સ્ટુડન્ટ્સે અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

સ્ટુડન્ટ્સે અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી

પ્રો. ડો. નમીતા ભટ્ટે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીઓએ કમાટીબાગ પાસે પતંગો પર બેટી બચાવ અને બેટી પઢાવોનો સંદેશો સમાજને આપવામાં આવ્યો છે. જેમાં સમાજને અપીલ કરી છે કે, ઉત્તરાયણના બે દિવસ દરમિયાન જે પતંગો આકાશમાં ઉડાવવામાં આવે તે પતંગો ઉપર બેટી બચાવ..લખીને ઉડાવવામાં આવે.

ડો. નમીતા ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમે આઇ પ્રોમિસ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન સલંગ્ન અમે પતંગો દ્વારા બેટી બચાવ..બેટી પઢાવ..નો સંદેશો આપવા માંગીએ છે. અમોને આશા છે કે, અમારો આ સંદેશો લોકોને નવી દીશા ચીંધશે.

વડોદરાના કમાટીબાગ પાસે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બ્લેક ડ્રેસ પહેરીને જોડાઇ હતી. અને વ્હાઇટ કલરની પતંગો ઉપર બેટી બચાવો..બેટી પઢાવ….નો સંદેશો લખીને આકાશમાં છોડવામાં આવી હતી. કમાટીબાગ યુનિર્વિસીટીની વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY