ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે પ્રોગ્રેસીવ સ્કૂલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના રચિત શોર્ય અને દેશ પ્રેમના ગીતોનો સ્વરાંજલી અને મૌનાંજલી કાર્યક્રમ યોજાયો….

0
160

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદ તથા ધી પ્રોગ્રેસીવ એજયુકેશન સોસાયટી ભરૂચ દ્રારા આયોજિત ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે ધી પ્રોગ્રેસીવ એજયુકેશન સોસાયટી પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના રચિત શોર્ય અને દેશ પ્રેમના ગીતોનો સ્વરાંજલી અને મૌનાંજલી કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમહર્તા સંદીપ સાંગલે, ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જૈન મુનિ રાજ્યશસુરીશ્વરજી મહારાજ ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પીનાકીન મેઘાણી અને પ્રોગ્રેસીવ સ્કૂલના ટ્રસ્ટી અને ગુજરાત ના લોક ગાયક અભેસિંગ રાઠોડ દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાર્યકમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો..સાથે સાથે પ્રોગ્રેસીવ સ્કૂલના બાળકોએ મેઘાણીજી ને થયેલ સજા માટે એક સુંદર નાટક પણ ભજવ્યું હતું.અને ત્યાર બાદ લોક ગાયક અભેસિંગ રાઠોડ અને રાધા વ્યાસ દ્રારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના રચિત શોર્ય અને દેશપ્રેમના ગીતોને પોતાના સ્વરે ગઈ સાચી ભાવાંજલિ અર્પી હતી.આ કાર્યક્રમમાં ૧૧ વાગ્યે શહીદો માટે ૨ મિનિટ નું મૌન પાળી શહીદો ને મૌનાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY