શહેરનાં વિવિધ વિસ્તારોમાં તસ્કરોએ રાત્રિનાં સમયે 6 એટીએમને નિશાન બનાવ્યા હતા. જે પૈકી આજવા રોડના એટીએમમાંથી રૂપિયા 13.88 લાખ જ્યારે તરસાલી વિસ્તારના એટીએમમાંથી 94 હજારની રોકડ મળી કુલ રૂપિયા 14.82 લાખની રકમની ચોરી થઈ છે. જ્યારે અન્ય 4 એટીએમમાંથી રોકડની ચોરી થઈ શકી નથી.કાર લઈને આવેલા 4થી 5 અજાણ્યા શખ્સોએ ગેસ કરરથી એટીએમ મશીન કાપી તેમાં હેલી કેશ ભરેલી ટ્રે તથા બહારની સાઈડ લાગેલા સીસીટીવી સાથે લઈને રવાના થઈ ગયા હતા. એક સરખી મોડેસ ઓપરેન્ડિથી થયેલી ચોરીમાં એક જ ટોળકીએ ધાપ મારી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.
આજવા રોડ ઉપર બીઓબીના એટીએમને બનાવ્યુ નિશાન
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરાયણ પર્વની રાત્રિએ શહેરના આજવા રોડ પર વેકસીન ગ્રાઉન્ડ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રિના સમયે કાર લઈને આવેલા તસ્કરોએ એટીએમમાં પ્રવેશીને શટર બંધ કરી ગેસ કટરથી એટીએમ મશીન તોડ્યું હતું. જ્યારે સીસીટીવીનાં કેબલ તોડી નાંખ્યા હતા. જે ઘટનાની જાણ સવારે થતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ એટીએમમાંથી રૂપિયા 13.88 લાખની રોકડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પોલીસ મથકની પાછળથી મળી એટીએમની ખાલી ટ્રે
બીજી ઘટનામાં તસ્કરોએ તરસાલી વિસ્તારમાં આવેલા ચન્દ્રનગર સ્થિત કપિલેશ્વર સોસાયટી પાસેના એસબીઆઈના એટીએમને નિશાન બનાવ્યું હતું. જ્યાં તસ્કરોએ એટીએમની અંદર મુકેલા સીસીટીવીના કેબલ કાપી નાંખ્યા હતા. જ્યારે બહારની સાઈડમાં લાગેલા સીસીટીવી પોતાની સાથે લઈ ગયા હતા. ગેસ કટરથી કેશ ભરેલી ટ્રે કાપીને લઈ ગયેલા તસ્કરોએ ખાલી ટ્રે પોલીસ મથકની પાછળ જ ફેંકી દીધી હતી. આ એટીએમમાંથી 94 હજાર 600 રૂપિયાની ચોરી થઈ હતી. ઘટના સંદર્ભે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચાર એટીએમને તોડવામાં નિષ્ફળ રહ્યા તસ્કરો
અન્ય ચાર સ્થળોએ તસ્કરોને કાંઈ હાથ લાગ્યુ નહોતું જે પૈકી, ઈવા મોલની સામે આવેલું આઈસીઆઈસીઆઈનું એટીએમ. જેના સીસીટીવીને તસ્કરોએ ઉપરની તરફ
ફેરવી દીધા હતા. જ્યારે વડસર ખાતેના એચડીએફસી એટીએમ, મકરપુરા પોલીસ ચોકી પાસે બેન્ક ઓફ ઈન્ડિયા અને મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાં તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"