ચાર દિવસમાં 570થી વધુ પક્ષીઓ ઘાલય, 41નાં મોત નિપજ્યાં

0
111

શહેર અને જિલ્લામાંથી ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઘવાયેલાં 570 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે 41 પક્ષીઓ મૃત્યુ પામ્યાં હતાં. આ પક્ષીઓને તાત્કાલિક ધોરણે શહેરની વેટરનરી પોલિક્લિનિક હોસ્પિટલ ભૂતડીઝાંપા અને ગેંડા સર્કલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જેમાં એનેશિયા મશીનથી ઇન્ટ્રા ઓશીઅસ ટ્રીટમેન્ટ, ઓર્થોપેડિક, ફિઝિયોથેરાપી અને જરૂર પડે તેવા પક્ષીઓને વેન્ટિલેટરથી ઓક્સિજન આપી તેમના જીવ બચાવવામાં આવ્યા હતા.

વિવિધ 14 સ્થળ‌ોએ પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આ વર્ષે ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઘવાયેલાં પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા હતું. આ તમામ કેમ્પ પર ગત 10મી તારીખથી કાર્યકરો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ 570 પક્ષીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે 41 પક્ષીઓ એવાં હતાં જેમને મોડી સારવાર મળવાને કારણે અથવા વધુ ઘાયલ હોવાથી સ્થળ પરથી જ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY