જૂની સાડીમાંથી તૈયાર કરો સ્ટાઇલિશ આઉટફિટ્સ

0
108

ઓછા બજેટમાં સારાં ટ્રેડિશનલ વેરની શોધ કરી રહ્યા છો જે સ્ટાઇલિશ હોવાની સાથે જ કમ્ફર્ટેબલ પણ હોય, ત્યારે શોપિંગ સિવાય કંઇ જ વિચાર આવતો નથી. જો કે, આવું ઘણું ઓછી વખત થાય છે જ્યારે શોપિંગ દરમિયાન તમને તમારી મનપસંદ વસ્તુઓ મળી જાય. એક આઇડિયા છે જેનાથી આ બંને ચીજો તમને સરળતાથી મળી જશે. તમારી મમ્મીની જૂની સાડીમાંથી અલગ અલગ પ્રકારના આઉટફિટ્સ બનાવીને. સલવાર, કૂર્તા, લોંગ જેકેટ્સ જેવા અનેક ઓપ્શન છે જેમાંથી તમે અનેક પ્રકારના આઉટફિટ્સ તૈયાર કરાવી શકો છો.
કોઇ જૂની હેવી વર્ક શિફોન સાડીને તમે દુપટ્ટામાં બદલી શકો છો. જેને તમે લહેંગા અને સ્કર્ટ-ક્રોપ ટોપની સાથે કૅરી કરી શકો છો. બ્રોકેડ વર્ક સાડીમાંથી તમે ડસ્ટર જેકેટ બનાવી શકો છો. ફૂલ સ્લિવ ફ્રન્ટ સ્લિટવાળા આ જેકેટને તમે લહેંગા, સ્કર્ટ અને કૂર્તા દરેકની સાથે પૅર કરી શકો છો. જૂની સાડીમાંથી અલગ અલગ પેટર્નવાળા કૂર્તા ડિઝાઇન કરાવી શકાય છે. સાડીના બોર્ડરને તમે નેક અને સ્લિવ્સ પર લગાવો. સાડીમાંથી બનેલા સ્કર્ટ પણ દેખાવમાં ખૂબ જ સુંદર અને સારાં લાગે છે. તેને પ્લીટેડ અને પ્લેન બંને પ્રકારે બનાવી શકાય છે. કોટન અને બ્રોકેડ વર્કવાળી સાડીઓમાંથી બ્લાઉઝ પણ તૈયાર કરાવી શકાય છે. જે લહેંગા અને સાડી બંનેની સાથે સારાં લાગશે. આ સિવાય તેને થોડી વધુ સ્ટાઇલિશ પેટર્નમાં તૈયાર કરાવીને તમે તેને જીન્સ અને સ્કર્ટની સાથે પણ ટીમઅપ કરી શકો છો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY