ટીવી જોવા ઘરે આવેલી 4 વર્ષની બાળકી પર પાડોશીએ ગુજાર્યું દુષ્કર્મ

0
105

રાછા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી જ્યારે ટીવી જોવા આરોપીની રૂમમાં ગઈ ત્યારે હવસખોરે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યારે આરોપીને વરાછા પોલીસે ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉતરાયણના દિવસે જ ગુજાર્યુ દુષ્કર્મ

વરાછા મફતનગર પાસે બોમ્બે માર્કેટની પાછળ આવેલા ગણેશનગરમાં રહેતા પરિવારની ચાર વર્ષની દીકરી ક્રિષ્ના સંજય પાસવાનના ઘરે ઉતરાયણની સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ ગઈ હતી. ટીવી જોવા માટે ગયેલી બાળકી પર ક્રિષ્ના સંજય પાસવાને દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉતરાયણના દિવસે જ દુષ્કર્મ ગુજારાયાની જાણ થતાં બાળકીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આરોપી ક્રિષ્ના સંજય પાસવાનને વરાછા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસ વરાછા પોલીસ સ્ટેશના પોલીસ ઈન્સપેક્ટર એમ પી પટેલ કરી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY