ડેડીયાપાડાનાં જર ગામે ધ્વજવંદન જોવા ગયેલ યુવતી સાથે છેડતી કરાતા બબાલ

0
213

રાજપીપળા:

ડેડીયાપાડાના જરા ગામે રહેતી પ્રિયંકા કાનજી વસાવા (ઉ.વ. ૧૮) ૨૬મી જાન્યુઆરીનાં રોજ ગામની પ્રાથમિક શાળામાં થયેલ ધ્વજવંદનનો કાર્યક્રમ નિહારવા સહેલીઓ સાથે ગઈ હતી. ત્યાં તે સમયે ગામના અન્ય યુવાનો પૈકી પ્રગ્નેશ શંકર વસાવાએ પ્રિયંકાને ચોકલેટ મારી છેડતી કરી હતી, જેથી પ્રિયંકા તેને કહેવા જતા પ્રગ્નેશે તેને થપ્પડ મારી ઝઘડો કરતા મામલો ગરમાયો હતો. પ્રિયંકાનાં પિતાને  આ વાતની જ થતા તેઓ પ્રગ્નેશનાં ઘરે આ વાતની ફરિયાદ કરવા જતા ૧, પ્રગ્નેશ શંકર વસાવા, ૨, મેહુલ શંકર વસાવા ૩, રણજીત રમેશ વસાવા તથા ૪, રવિદાસ રમેશ વસાવાએ પ્રિયંકાને પેરમાં લાત મારી તેના પિતાને ઠીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રિયંકાએ આ બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આ ચારેય વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: ભારત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY