ડોકલામએ ચીનનો એક ભાગ છે : ચીને કર્યો સનસનીખેજ દાવો

0
170
નવી દિલ્હી :
ભારતના 69માં પ્રજાસતાક દિનના એક દિવસ અગાઉ જ ડોકલામ મુદ્દે બે મહિનાથી વધુ સમય ચાલેલા ગતિરોધ બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ સામાન્ય બની હોવાનું મનાય રહ્યું હતું ત્યારે ચીને સનસનીખેજ દાવો કરતા કનિદૈ લાકિઅ કહ્યું છે કે ડોકલામ ચીનનો ભાગ છે અને ડોકલામમાં ચાલેલા ગતિરોધમાંથી ભારતે બોધપાઠ લઈને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ટાળવા પ્રયાસ કરવો તેવી કનિદૈ લાકિઅ ચેતવણી ઉચ્ચારી અકિલા છે ભારત-ચીન અને ભૂટાનની સરહદે અડીને આવેલા ડોલકામને લઈને સર્જાયેલો ભૂતાવળ ફરી ધુણવા લાગ્યો છે ભારતીય આર્મી ચીફ જનરલ કનિદૈ લાકિઅ બિપિન રાવતે ડોકલામને એક વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું હતું તો ચીની સૈન્યએ ડોકલામ અકીલા પર સીધો દાવો કર્યો છે. ચીનના સૈન્યએ ભારપૂર્વક કહ્યું કનિદૈ લાકિઅ છે કે ડોલકામ ચીનનો જ ભાગ છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ કિયાને કહ્યું હતું કે, ડોકલામ ચીનનો ભાગ છે ગત 12 જાન્યુઆરીના કનિદૈ લાકિઅ રોજ ભારતના સેનાધ્યક્ષે કહ્યું હતું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ ઉત્તર ડોકલામ વિસ્તારમાં કબજો જમાવી દીધો છે ગતિરોધ સ્થળેથી બંને પક્ષે કનિદૈ લાકિઅ પીછે હટ કરી છે. પરંતુ તંબુ અને દેખરેખ માટેની ચોકીઓ પણ યથાવત છે.આ ક્ષેત્ર પર ચીન અને ભૂટાન વચ્ચે વિવાદ છે જનરલ રાવતના આ નિવેદન પર ચીનના કનિદૈ લાકિઅ રક્ષા મંત્રાલય તરફથી પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વૂ કિયાને કહ્યું હતું કે, ભારત તરફથી કરવામાં કનિદૈ લાકિઅ આવેલી ટિપ્પણીની એ બાબત સ્પષ્ટ થાય છે કે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગી હતી.કર્નલ વૂ કિયાને ભારપૂર્વક કહ્યું હતું કે, ડોકલામ ચીનનો જ ભાગ છે ડોકલામ પર દાવો મજબુત કરતાની સાથે ચીને ભારતને ગર્ભિત ચીમકી પણ આપી હતી. કિયાને કહ્યું હતું કે, ભારતીય પક્ષે ગત સમયમાં 73 દિવસ સુધી ચાલેલા ગતિરોધમાંથી બોધપાઠ લેતા આ પ્રકારની ઘટનાઓ ટાળવી જોઈએ. ડોકલામ બાદ જનરલ રાવતે કહ્યું હતું કે ચીનનો સામનો કરવા માટે વ્યાપક રણનીતિ અનુંસાર નેપાળ, ભૂટાન, મ્યાનમાર, બાંગ્લાદેશ શ્રીલંકા અને અફઘાનિસ્તાન જ એવા દેશોને પણ સાથે લેવાની જરૂર છે. ભારતે આ તમામ દેશોની મદદમાં ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવો જોઈએ તેમ રાવતે કહ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY