તમારી આ 5 ભૂલો બનાવે છે સ્કિનને ડ્રાય, રહેજો બચીને

0
70

તમે દરરોજ નહાયા પછી અને રાતના સૂતા પહેલા એક સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો છો. તેમ છતાં સવારે તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે. તમને સમજ નથી આવતું કે આટલી સંભાળ લીધા પછી પણ આખરે ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ કેમ થઈ રહી છે. ચોક્કસ તેનાથી બચવા માટે મોઇશ્ચરાઇઝર ખૂબ જરૂરી હોય છે. પરંતુ જાણતા-અજાણતા સ્કિન સાથે જોડાયેલી ભૂલો તમે કરો છો, જેનાથી તમને ડ્રાયનેસની પ્રોબ્લેમથી પસાર થવું પડે છે. અહીં જાણો એવી કઈ આદતો છે જે ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ વધારે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.

હાર્સ શોપનો ઉપયોગ

કાયમ આપણે એવા શોપનો ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ હાર્સ હોય છે અને સ્કિનના મોઇશ્ચરાઇઝરને નુકસાન પહોંચીને તેને રફ તથા ડ્રાય બનાવે છે. આવું ખાસ કરીને એન્ટિ-બેક્ટેરિયલ શોપ સાથે થાય છે. આ તમારી સ્કિનના ઉપરના લેયરને નનુકસાન પહોંચાડીને ડ્રાયનેસને વધારે છે. કાયમ એવા શોપનો ઉપયોગ કરો જેમાં સેરેમાઇડ્સ અને ગ્લિસરીન હોય. ચહેરા માટે કાયમ ઓઇલ બેસ્ડ ક્લીન્ઝરનો ઉપયોગ કરો. સૂતા પહેલા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

સ્કિનને યોગ્ય રીતે હાઇડ્રેટ ન કરવું

મોઇશ્ચરાઇઝર તમારી સ્કિનને હાઇડ્રેટ કરી તેમાં મોઇશ્ચર બનાવી રાખવામાં મદદ કરે છે. પરંતુ દરેક સ્કિન ટાઇપ માટે અલગ મોઇશ્ચરાઇઝર હોય છે ડ્રાય સ્કિનવાળી યુવતીઓ હેવી ફોર્મ્યૂલાવાળા મોઇશ્ચરાઝર અવોઇડ કરે. તેની જગ્યાએ તમે બોટેનિકલ ઓઇલ્સનો ઉપયોગ કરો. આ તમારી સ્કિનમાં યોગ્ય રીતે ઓબ્સોર્બ થઈને તેને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરે છે.

ખોટા ટોનરનો ઉપયોગ

ટોનર તમારી સ્કિનના pH લેવલને મેન્ટેન કરવામાં મદદ કરે છે અને સાથે જ સ્કિનમાં ગ્લો લાવવાનું કામ કરે છે. પરંતુ શું આ ડ્રાય સ્કિન માટે ફાયદાકારક હોય છે? તેનો જવાબ છે હા, પરંતુ તેના માટે જરૂરી છે યોગ્ય ટોનરના સિલેક્શનની. ડ્રાય સ્કિન માટે કાયમ વોટર-બેસ્ડ ટોનરનો ઉપયોગ કરો, જેમાં ગુલાબજળ અથવા કેમોમાઇલ જેવા ઈન્ગ્રીડિઅન્ટ્સ હોય છે. રેટિનોલ, એસ્ટ્રિજન્ટ અથવા benzoyl peroxide ટોનર અવોઇડ કરો.

હદથી વધુ સ્ક્રબનો ઉપયોગ

ચોક્કસ સ્કિનમાં રહેલા ડેડ સેલ્સ અને ગંદકીને નીકાળવા માટે સ્ક્રબનો ઉપયોગ જરૂરી હોય છે, પરંતુ તેનો હદથી વધુ ઉપયોગ તમારી સ્કિનને ડ્રાય બનાવી દે છે. જો તમારી સ્કિન ડ્રાય છે, તો વીકમાં એક અથવા બે વખત તેનો ઉપયોગ કરો. માર્કેટમાં મળતા સ્ક્રબની જગ્યાએ હોમમેડ સ્ક્રબ્સ પસંદ કરો.

આ રીતે તૈયાર કરો પોતાનું સ્ક્રબ

અડધું કેળું લો અને તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 2 મિનિટ સુધી તેને હળવા હાથે રબ કરો અને પછી ધોઈ લો. તમે ઈચ્છો તો મધ અને ખાંડના પણ મિક્સચરનો ઉપયોગ પણ કરી શકો છો.

ગરમ પાણીનો ઉપયોગ કરવો

શું તમે પણ નહાતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરો છો? હા, તો તમારી આ આદત બદલો. આ તમારી સ્કિનના નેચરલ ઓઇલને નુકસાન પહોંચાડી તેને ડ્રાય બનાવે છે. કાયમ નવશેકા પાણીનો ઉપયોગ કરો અને નહાયા પછી બોડી ઓઇલ જરૂર લગાવો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY