નર્મદા દિન પ્રતિદિન સંકોચાતાં ઐતિહાસિક કબીરવડની ઓળખ જાળવવા મથામણ

0
151

નર્મદા ડેમમાં 117.94 મીટર સુધી પાણીનો સંગ્રહ હોવા છતાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ડાઉન સ્ટ્રીમમાં નદી મૃત:પાય અવસ્થામાં જોવા મળી રહી છે. હોડી સેવા બંધ થતાં કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 2014માં મઢી ઘાટની જેટીએ પાણી વહેતા હતાં જે ચાર વર્ષ બાદ જેટીથી 500 મીટર દુર વહી રહયાં છે. હોડી સેવા બંધ થતાં કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓ ઘટયાં છે. ચાર વર્ષ પહેલાં 5000 સહેલાણી આવતાં હતાં તેની સામે હવે માત્ર 800 જેટલા આવે છે.

છેલ્લા 4 વર્ષથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં નદી મૃત: પાય અવસ્થામાં

નર્મદા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે જીવાદોરી સાબિત થયો છે પણ ભરૂચના ડાઉનસ્ટ્રીમના 120 કીમીથી વધારેના વિસ્તાર માટે સમસ્યા ઉભી કરી રહયો છે. 2014થી ડેમમાંથી પાણી છોડવામાં આવતું ન હોવાથી નદી સુકીભઠ બની છે. 2017થી ડેમ ખાતે 30 મીટરના 30 દરવાજા લાગી ગયાં બાદ ડેમની મહતમ સપાટી 138.68 મીટરે પહોંચી છે.

હોડી સેવા બંધ થતાં કબીરવડ આવતાં સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો

ડેમમાં હાલમાં 117.94 મીટર જેટલો પાણીનો સંગ્રહ હોવા છતાં ડેમમાંથી નદીમાં માત્ર 650 કયુસેક પાણી છોડવામાં આવે છે. ડેમમાંથી પાણીની નહિવત આવક હોવાથી ભરૂચ નજીક નર્મદા નદી મૃત:પાય અવસ્થામાં જોવા મળી રહી છે. ભરુચ જિલ્લાના પ્રવાસન ધામ કબીરવડ ખાતે મઢી ઘાટની જેટીથી પાણી અત્યારે 500 મીટર દુર વહી રહયાં છે. નદી જેટીથી દુર વહી જતાં પ્રવાસન ઉદ્યોગને ફટકો પડયો છે.

ચાર વર્ષથી સ્થિતિ બગડી છે

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી જેના કારણે નદી સુકાઇ રહી છે. ચાર વર્ષ પહેલા જેટી સુધી પાણી હતાં પણ હવે 500 મીટરથી વધારે દુર છે. પાણીની ઉંડાઇ ઘટી જતાં નાવડીઓ ચાલી શકે તેમ નથી. જો ડેમમાંથી પાણી નહિ છોડાઇ તો ભાડભુતથી કેવડીયા સુધીના માછીમારો બેકાર બની જશે. – દિનેશ માછી, હોડીઘાટ, સંચાલક, મઢી ઘાટ

જેટીથી 100 મીટર સુધી પ્લેટફોર્મ બનાવાયું

મઢી ઘાટથી કબીરવડ વચ્ચે હોડી સેવા ચાલી રહી છે. બે વર્ષથી નદીમાં પાણી ઘટી જતાં હોડી સેવા પર વિપરીત અસર પડી છે. મઢી ઘાટ ખાતે આવેલી જેટીથી પાણી દુર જતાં રહેતાં હોડી સંચાલકોએ ટેબલો તથા પ્લાસ્ટીક મુકીને 100 મીટર જેટલી લંબાઇનું પ્લેટફોર્મ બનાવ્યું છે પણ તેનાથી પણ પાણી દુર વહી રહયાં છે. અમાસ તથા પૂનમની ભરતીમાં નદીમાં જળસ્તર વધે છે ત્યારે પણ પાણી પ્લેટફોર્મથી પણ 30 મીટર દુર રહી જતાં હોવાથી લોકો કીચડમાં ચાલીને હોડીમાં બેસતા હોય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY