નવાબોના શહેરમાં રહ્યા ‘તા સચિવ, હવે પુત્ર સાચવે છે 100 વર્ષ જુની પતંગો

0
94

વિશ્વમાં સૌપ્રથમ પતંગ ચીનમાં બની હતી. વાંસમાંથી બનેલી તે પતંગને આકાશમાં ઉડાવાઈ હતી. જ્યારે ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે, જ્યાં કાગળમાંથી પતંગો બનાવવાની શોધ કરવામાં આવી હતી. આ પતંગોનો ચગાવવા કરતાં પેચ લડાવવા માટે વધુ ઉપયોગ કરી પતંગ મહોત્સવની મજા માણવામાં આવે છે. ઉતરાયણ પર્વને લઈને આજે વડોદરામાં યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં લખનઉના પૂર્વ સચિવ અને પતંગ પ્રેમી સ્વ. બી.પી શ્રીવાસ્વતના પુત્ર ભાગ લેવા આવ્યા હતા. જેમની પાસે તેમના પિતાએસાચવેલી 100 વર્ષ કરતાં પણ જુની પતંગોનો સંગ્રહ છે. જેને આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે રાખેલા સ્ટોલમાં પ્રદર્શિત કરી હતી. આ સ્ટોલે પતંગ રસિકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

દેશના વિવિધ શહેરો લખનઉ, દિલ્હી, કલકત્તા, અમદાવાદ, વડોદરા તેમજ મુંબઇ સહિતના અનેક શહેરોમાં પતંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પતંગની શરૂઆત અવધના નવાબ વાજીદ અલી શાહના સમયમાં પતંગ ઉડાવવાની કળા એક ખેલના રૂપમાં શરૂ કરવામાં આવી હતી. નવાબી કાળમાં મોટી પતંગોના નામ આપવામાં આવ્યાં હતા. જેમાં કનકોવા, એતાવા, પટ્ટીકમ, કલીદાર, પોતાવા જેવી પતંગોને જૂદા જૂદા નામની ઓળખ આપવામાં આવી હતી.

ટીક્કુલ જેને આજે ગુજરાતમાં તુક્કલ તરીકે જાણવામાં આવે છે. તે વખતે 6 ખૂણા વાળી પતંગના આકાશી યુધ્ધમાં જોવા મળતી હતી. નવાબોના શહેર તરીકે જાણીતા લખનઉના અનેક જાણીતા પતંગબજોના હાથે કારીગરી કરેલી પતંગો આજે પણ કેટલાક પતંગ પ્રેમીઓ પાસે ઉપલબ્ધ છે. જેમાં 100 વર્ષ જૂની પતંગોનો સમગ્ર આજે પણ લખનઉના પૂર્વ સચિવ સ્વ.બી.પી શ્રીવાસ્તવના પરિવાર પાસે ઉપલબ્ધ છે. પિતા પાસેથી વારસામાં મળેલી પતંગોને આજે પુત્ર જયદીપ શ્રીવાસ્તવે વડોદરાના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની પ્રદર્શનીમાં મુકી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY