પાનોલીનાં RSPLમાં કેમિકલ વેસ્ટ ભરીને આવતી ટ્રકમાં અચાનક આગ

0
255

ભરૂચ:

પાનોલી ખાતે આવેલ ઔદ્યોગિક વસાહતની RSPL કંપની માં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરીને એક ટ્રક તારીખ લી ફેબ્રુઆરી ને ગુરુવારની મોડી રાત્રે  કંપની બહાર ઉભી હતી, અને ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં કેમિકલ વેસ્ટ સળગતા જ  લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે કેટલાક યુવાનો એ દોડી આવીને આગ પર પાણીનો છંટકાવ શરુ કર્યો હતો, અને પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ  કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે લોકોનું માનવું છે કે ટ્રકમાં રહેલ કેમિકલ માં રિએકશન આવવાના કારણે આગ લાગી હોઈ શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY