ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટ દ્રારા ખાનગી શાળાઓને રાહત મળી છે. જે સ્કુલોએ ફી નિયમન કમિટીને અત્યાર સુધી એફિડેવિટ નથી આપ્યું, તેમને આગામી સુનાવણી સુધી સોગંદનામું આપવાની જરૂર નથી. ત્યાં સુધી રાજ્ય સરકાર કોઇપણ પ્રકારના પગલાં ભરી નહીં શકે. ઉપરાંત જે સ્કુલોએ સોગંદનામું રજૂ કરી દીધું છે, તેમનું વેરીફેકેશન ચાલુ રહેશે. જ્યારે વધુ સુનાવણી આગામી 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે, ત્યાં સુધી રાજ્ય સરકાર કોઇપણ કાર્યવાહી નહીં કરી શકે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"