બર્થડે પાર્ટી માણી પરત ફરતાં યુવાનને મિત્રએ કારથી કચડી માર્યો

0
94

પીના યુવાનો મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા બાદ ત્યાં બે જુથ વચ્ચે અંદરઅંદર બોલાચાલી થઇ હતી. જે બાદ વાપી પરત આવતી વખતે બદલો લેવા માટે એક યુવાને અન્યને કારથી કચડી નાખી ફરાર થઇ ગયો હતો.

વાપી ટાંકી ફળિયામાં રહેતા પ્રતીક ઉર્ફે નીમુ કાંતિલાલ પટેલ સોમવારે તેના મિત્રો સાથે ભીલાડ નજીક મહારાષ્ટ્રના અચ્છાડમાં આવેલા મેંગો રિસોર્ટમાં એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં પ્રતીક સાથે તેનો મિત્ર પરમજીત સિંહ અને પાર્ટીમાં આવેલા નિમેષ તન્ના વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. લોકોએ બંનેને સમજાવી છુટા પાડ્યા હતા. પરમજીતના જણાવ્યા મુજબ બર્થડે પાર્ટી પૂરી થયા બાદ પ્રતીક તેના મિત્ર પરમજીત સિંહ, વિવેક શુક્લા, હેમુ ઠાકુર અને રબીજા સાથે તેની કાર નં.જીજે-15-સીજી-6714 લઇ પરત વાપી આવવા નીકળ્યો હતો.

અચ્છારથી દોઢ કિમી પહોંચતા નિમેષ તન્નાએ તેની કારથી પ્રતીકની કારને ટક્કર મારી આગળ નીકળી ગયો હતો. જે બાદ પ્રતીક કારને રોકી નુકસાન જોવા માટે નીચે ઉતર્યો હતો. તે દરમિયાન નિમેષે ફરી કારને ટર્ન મારી પ્રતીકને ટક્કર મારી હતી. જેમાં પ્રતીકને પગના ભાગે ગંભીર ઇજા થતા તેના મિત્રો તેને રસ્તાની સાઇડ ઉપર લઇ જઇ રહ્યા હતા. તે જ સમયે નિમેષે બીજીવાર કારથી પ્રતીકને કચડવા આવતા તેના મિત્રો સાઇડ પર હટી ગયા હતા. પ્રતીક ઉપર કાર ચઢાવતા તેને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ફર્સ્ટ પર્સન; અમે પ્રતિકને બચાવવા માગતા હતા

પ્રતીકને પગમાં ઇજા થતા તેને રસ્તાની સાઇડમાં લઇ જતા હતા. તે દરમિયાન નિમેષ ફરીવાર કાર ટર્ન મારીને આવ્યો. બધા મિત્રો સાઇડ હટી ગયા તો મેં તેને બચાવવા માંગતો હતો પણ મને માથાના ભાગે ઇજા થતા ફેંકાઇ ગયો હતો. – પરમજીત સિંહ, મૃતકનો મિત્ર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY