બુટલેગર અને તેના સાગરિતોનો પોલીસ ઉપર જીવલેણ હુમલો

0
100

શહેર નજીક રતનપુર ગામમાં વિદેશી દારુનો ધંધો કરનાર નામચીન બુટલેગર લાલા જયશ્વાલના પરિવાર અને તેના સાગરીતો દ્વારા પુનઃ એકવાર વરણામા પોલીસ ઉપર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. ઉત્તરાયણની રાત્રે પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસે બુટલેગરની એક્ટીવાની ડીકી તપાસતા બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસ જવાનોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બુટલેગર લાલો ઉર્ફ રાકેશ અને તેના ભાઈ પપ્પુની પોલીસે તલાસી લીધી

મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણની રાત્રે વરણામા પોલીસ મથકમાં ફરજ બજાવતા પો.કો. યોગેશભાઇ શિવદાસ, કેશુભાઇ મનુભાઇ અને હે.કો. નવલસિંહ નરેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તરસાલી ચોકડી પાસે રતનપુર ગામમાં જિલ્લા પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ વિદેશી દારુનો ધંધો કરતા અને અનેક વખત પોલીસ ઉપર હુમલો કરી ચુકેલ નામચીન બુટલેગર લાલો ઉર્ફ રાકેશ રજનીકાંત જયશ્વાલનો ભાઇ પપ્પુ ઉર્ફ હિતેષ રજનીકાંત જયશ્વાલ એક્ટીવા લઇને ઉભો હતો.

એક્ટિવાની ડીકિ પોલીસે ખોલતાં બુટલેગરે તેના સાગરિતોને બોલાવ્યા

પેટ્રોલિંગમાં નીકળેલા વરણામા પોલીસ મથકના પોલીસ જવાનોએ પપ્પુ ઉર્ફ હિતેષ જયશ્વાલને એક્ટીવાની ડીકી ખોલવા માટે જણાવ્યું હતું. પરંતુ, પપ્પુ ઉર્ફ હિતેષે ડીકી ખોલવાને બદલે તેના ભાઇ લાલો ઉર્ફ રાકેશ જયશ્વાલને ફોન કરતા તે પત્ની સીમા, પુત્ર સચીન અને ધરમપુરીમાં રહેતા રવિ જયશ્વાસ સહિત 20 જેટલા માણસોને મારક હથિયારો સાથે લઇને ધસી આવ્યો હતો. અને ડીકીની તપાસ કરવા માંગતા 3 પોલીસ જવાનોને માર માર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY