સોફ્ટવેર કંપની છોડીને આ સુરતી વેચવા માંડ્યો ઢોકળા, આજે 4 શાખા છે

0
105

સોફ્ટવેર કંપનીમાંથી પાર્ટનરશિપ છૂટી કર્યા પછી સુરતમાં ઢોકળા વેચવાનું શરૂ કર્યું હતું. આજે સુરતમાં મિસ્ટર ઢોકળાની ચાર શાખા છે અને 35 પ્રકારની જુદી જુદી વેરાઇટી મળે છે. કતારગામનાં મિસ્ટર ઢોકળાનાં સોહન કલસરિયા કહે છે કે, કંપનીમાંથી પાર્ટનરશિપ છૂટી કરી એ પછી સુરતીઓનાં ફૂડી મિજાજને કારણે મને સૌથી પહેલા ઢોકળા તરફ આકર્ષણ થયું હતું

અમદાવાદમાં સોફ્ટવેરની કંપની શરૂ કરી હતી

સોહન કહે છે કે, મેં મારા મિત્રો સાથે અમદાવાદમાં સોફ્ટવેરની કંપની શરૂ કરી હતી. એમાં સ્કોપ ન દેખાયો એટલે પાર્ટનરશિપમાંથી છૂટો થઇ ગયો હતો. એ વખતે બહુ કન્ફ્યુઝ હતો. મને સમજાતું ન્હોતું કે મારે શું કરવું. બહુ જ વિચાર્યા પછી નક્કી કર્યું કે, પપ્પાની ફરસાણની દુકાનને નવા-રંગરૂપ સાથે રજૂ કરવી જોઈએ. 2016માં કતારગામમાં મિસ્ટર ઢોકળા નામે દુકાન શરૂ કરી હતી. જેમાં શરૂઆતમાં ઢોકળા જ પીરસતો હતો.

જુદા જુદા પ્રકારની 35 વેરાઇટી

ધીરે ધીરે ઢોકળાની જુદી જુદી વેરાઇટી બનાવવાની શરૂ કરી. જેમાં પાલક અને ફૂદીનાનાં હરાભરા ઢોકળા બનાવ્યા. મગનાં ઢોકળા પણ શરૂ કર્યા. એ પછી સેન્ડવિચ ઢોકળા, ખાટિયા ઢોકળા પણ મેનુમાં ઉમેર્યા છે. અત્યારે જુદા જુદા પ્રકારની 35 વેરાઇટી મેનુમાં ઉમેરી છે. ઢોકળાની આટલી વેરાઇટી સુરતમાં પહેલીવાર સર્વ થઇ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY