આજકાલની આધુનિક અને બિઝી લાઇફસ્ટાઇલમાં ગભરામણ અને સ્ટ્રેસ હોવો ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે આ વસ્તુઓ હદથી વધુ વધી જાય છે તો આ પેનિક અટેકના લક્ષણના રૂપમાં ગણાય છે. અચાનક આંખોની આગળ અંધારું છવાઈ જવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસની ગતિ વધી જવી વગેરે અનેક એવા લક્ષણ છે, જેને જોઈને કાયમ લોકોને હાર્ટ એટેકનો ભ્રમ થઈ જાય છે, પરંતુ આવું પેનિક એટેકના કારણે પણ થઈ શકે છે. બિઝી અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલના કારણે 25થી 40 વર્ષની ઉંમરના વર્કિંગ લોકોમાં પણ પેનિક એટેકના લક્ષણ જોવા મળી રહ્યા છે.
શું છે પેનિક એટેક?
અચાનક કોઈ વાતનો ડર હાવિ થવો, લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેવો અથવા વધુ અસહજ હોવાની સ્થિતિને પેનિક એટેક માનવામાં આવે છે, જે પરિસ્થિતિ ખાસ કરીને હૃદયના ધબકારાને અસામાન્ય કરી દે છે. તેની અસર ક્યારેક ઓછી હોય છે તો ક્યારેક પેનિક ડિસઓર્ડર અથવા સોશિયલ ફોબિયાના રૂપમાં સામે આવે છે, જે એંગ્ઝાઇટી ડિસઓર્ડરનો જ એક પ્રકાર છે. આ સમય દરમિયાન બ્લડ સર્ક્યુલેશનમાં કમી અથવા તેજી આવવી, શરીર ધ્રુજવું જેવા લક્ષણ જોવા મળે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"