મિલેનિયમ માર્કેટમાં સાડી ની દુકાન માં નોકરે.₹૭.૫૦ લાખ ની ધાપ મારી

0
170

સુરત :

રીંગરોડ મિલેનિયમ માર્કેટ-૨માં દુકાન ધરાવતા સાડીના વેપારીને ત્યાં કામ કરતા ડીંડોલીના યુવાને વિતેલા બે અઠવાડિયા દરમિયાન કાયમ ખુલ્લા રહેતા ગલ્લા માંથી રોકડા રૂ. સાડા સાત લાખની ચોરી કરી હતી.                      પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં બેગમપુરા સ્થિત મિર્ઝા હાઉસના ત્રીજા માળે રહેતા જુજરભાઈ ઈસ્માઈલભાઈ માકડા રીંગરોડ મિલેનિયમ માર્કેટ-૨માં સાડીનો વેપાર છેલ્લા છ માસથી કરે છે. તેમની દુકાનમાં બે એકાઉન્ટન્ટ અને સાત કારીગરો કામ કરે છે. તે પૈકી અનુરાગ ઉર્ફે અભિમન્યુ કૃપાશંકર શુક્લા પણ કારીગર તરીકે કામ કરે છે ગત મંગળવારે રાત્રે જુજરભાઈ દૈનિક હિસાબ કરતા હતા ત્યારે રૂ.બે લાખની ઘટ આવતાં ચોંક્યા હતા. અગાઉ પણ ઘટ આવી હોઇ તેમણે વિતેલા દિવસોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બીજી ફેબ્રુઆરી, પાંચ મી ફેબ્રુઆરી, સાત મી ફેબ્રુઆરી અને દસ મી ફેબ્રુઆરીના રોજ અનુરાગ દુકાનમાં રાખેલા અને કાયમ ખુલ્લા રહેતા લાકડાના ટેબલના ડ્રોઅરમાંથી અવારનવાર પૈસા કાઢતો અને પૈસા કાઢી ગણી અમુક વખત પૈસા ખિસ્સામાં મુકતો નજરે ચઢ્યો હતો. જુજરભાઈએ ગણતરી કરી તો અનુરાગે કુલ રૂ. સાડા સાત લાખની ચોરી કરી હતી. આ અંગે તેમણે સલાબતપુરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અનુરાગની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY