આમલેથા પોલીસ ની  હદ માં નજીવી બાબતે બોલાચાલી બાદ પરાય અને કુહાડી થી હુમલો: બેને ગંભીર ઇજા

0
186

રાજપીપલા: નાંદોદ તાલુકા ના આમલેથા પંથક પાસે ના ગામો માં ગુનાઓ વધી રહ્યા હોય એમ એક બાદ એક ગુના પોલીસ મથકે નોંધાઈ રહ્યા છે ત્યારે ગતરોજ પણ આમલેથા પોલીસ ની હદ ના બે ગામોમાં  નજીવી બાબતે પરાય અને કુહાડી વડે હુમલામાં બે વ્યક્તિઓ ને ગંભીર ઇજા થવા ની ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના ખોજલવાસ ગામે રહેતો રૂપેશ ચીમન વસાવા પોતાના ઘરે હતો ત્યારે નવા ઘાંટા ગામનો અશોક લહેરિયા વસાવા એ આવી કહ્યું કે તું અમારા ખેતર માંથી સૂકા લાકડા કેમ લાવે છે તેમ કહી પરાય નો ફટકો પગ માં ફેક્ચર કરતા આ બાબતે રૂપેશે ફરિયાદ આપી હતી. જયારે બીજો બનાવ નાંદોદ ના ખામર ગમે બન્યો  જેમાં ફરિયાદી કલ્પેશ રમેશ વસાવા એ તેના ખામર માં રહેતા શિવલાલ જીતુ વસાવા પાસે શર્ટ માંગતા શિવલાલ એ કહ્યું કે તું કેમ શર્ટ માંગવા આવ્યો છે તેમ કહી ગાળો બોલી કુહાડી નો ઝાટકો કલ્પેશ ના માથા માં મારતા ગંભીર ઇજા થઈ હતી આમ બંને ઘટના ની આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમલેથા તરફ ગુનાઓ નું પ્રમાણ વધુ હોવાથી એને અલગ પોલીસ સ્ટેસન આપ્યું છે છતાં ત્યાં ગુનાઓ નું પ્રમાણ ઓછું  થતું નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY