તા. ૧લી, એપ્રિલથી શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

0
79

વ્યારા:
આગામી તા. ૦૧/૦૪/૨૦૧૮ થી તા. ૧૩/૦૪/૨૦૧૮ તથા તા. ૧૬/૦૪/૨૦૧૮ થી તા. ૩૦/૦૪/૨૦૧૮ દરમિયાન સોનગઢ તાલુકાના ઉકાઇ પોલીસ મથકની હદમાં આવતા શેરૂલા ગામના ફાયરિંગ બટ વિસ્તારમાં રાજય અનામત પોલીસ દળ, જૂથ-૧૧, વાવ જિ. સુરતના પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેકટીશ યોજાશે. આ ગોળીબારની પ્રેકટીશ દરમિયાન આ વિસ્તારની હદમાં તથા આજુબાજુ રહેતા પ્રજાજનોની સલામતિ ખાતર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.પી મુનિયાએ તેમને મળેલી સત્તાની રૂએ ઉપરોકત દિવસો દરમિયાન ફાયરિંગ આજુબાજુના ૧૦૦૦ મીટર વિસ્તારમાં આજુબાજુ રહેતા પ્રજાજનો, બહારની કોઇ અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં આ વિસ્તારના ઢોર માલિકોને તેમના ઢોર–ઢાંખર ચરાવવા માટે કે હરવા ફરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY