૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ગાડી પર પથ્થર મારો કરી ડ્રાઈવર નિરજ એચ ભગોરા ને ઇજા

0
305

ભરુચ,

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પીરામણ ગામની હવામહેલ સોસાયટીમાં રહેતાં એક યુવકના પરિવારજનો દ્રારા ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ગાડી પર પથ્થર મારો કરી તોડ ફોડ કરી હતી.જે ગાડીમાં સવાર મહિલા હેલ્પલાઇન ના ડ્રાયવરને ઈજાઓ પહોંચી હતી.બનાવ ની મળતી માહિતી મુજબ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોનથી ફરિયાદ મળી હતી કે એક યુવક ઈમરાન હનીફ પઠાણ વારંવાર એક યુવતીની છેડ છાડ કરતો હોઈ અને તે પીરામણ ગામની હવા મહેલ સોસાયટીમાં રહે છે. જેથી મહિલા હેલ્પલાઈન ની ટીમે ઈમરાન ને જગ્યા પર બોલાવતા ત્યાંથી તે ફરાર થઈ જતા ૧૮૧ની ટીમ ઈમરાનના ઘરે પહોંચતા તે ઘરે હાજર ના હોઈ ૧૮૧ ની ટીમના સભ્યો ઈમરાનના ઘરવાળા જોડે વાત કરી રહ્યા હતા તે દરમ્યાન ઈમરાન બાઈક લઈને ઘરે આવતાં જ ૧૮૧ ના સ્ટાફ સાથે બોલા ચાલી કરી છુટ્ટા હાથની મારા મારી ચાલુ કરી દીધી હતી.અને તેની સાથે તેના પરિવાર જનોએ પણ તેનો સાથ આપી ગાડી પર પથ્થર મારો કરી ગાડીની તોડ ફોડ કરી હતી.જેના લીધે ગાડીમાં સવાર મહિલા ૧૮૧ ના ડ્રાયવર નીરવ,એચ,ભાગોડાને પથ્થર વાગતાં ઈજાઓ પહોંચી હતી. મહા મુસીબતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ ત્યાંથી નીકળીને અંકલેશ્વર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચી હતી.જે ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY