ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮
#happyjumladivas હેશટેગ સાથે કોંગ્રેસે ભાજપનો વારો કાઢ્યો
કોંગ્રેસે ફરી એક વાર ટ્વીટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ છે. પાર્ટીએ ૧લી એપ્રિલની આડમાં મોદી સરકાર પર જનતાને એપ્રિલ ફુલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. મ્ત્નઁ પર નિશાન સાધતા તેને ભારતીય જુમલા પાર્ટી કહેવામાં આવી રહી છે અને ટ્વીટર પર #happyjumladivas હેશટેગની સાથે સતત કટાક્ષ ભરી ટ્વીટ કરી છે. કોંગ્રેસે ટ્વીટર હેન્ડલ સાથે #happyjumladivas હેશટેગની સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં breakingnews ના નામે નોટબંધીનો મજાક ઉડાડતા કહ્યું કે મોદીજીએ ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવ્યા છે અને નોટબંધી દ્વારા ઘરની મહિલાઓ દ્વારા છુપાઈને રાખેલુ કાળુધન બહાર કાઢ્યુ છે. વીડિયોમાં મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનને નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડ સાથે જાડવામાં આવ્યુ છે. વીડિયોમાં કહ્યું કે મોદીનું સમર્થન કરતા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ બેન્કનું બધુ ધન સાફ કરી દીધુ છે. ઈનામરૂપે તેમને વિદેશયાત્રા મળી છે. ગંગા સફાઈ અભિયાન પર પણ કટાક્ષ કરતા કહ્યું કે ગંગા સાફ છે કે તેમાં ડુબકી લગાવીને નરેન્દ્ર મોદીજીની તસવીર જાઈ શકાય છે. આ દરમિયાન વીડિયોમાં ગંદકીથી ભરેલી ગંગા દેખાય છે.
બ્લેક મની પાછી લાવવા માટે મોદીજીના વચનનું મજાક ઉડાવતા કહ્યું કે મોદીજીના જુમલા અનુસાર દરેક ભારતવાસીના એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા થઈ ચૂક્્યા છે. દેશના દરેક રાજ્ય-શહેર સ્માર્ટ સિટી બની ચૂક્્યા છે. જ્યાં રોબોટ ઘરે જઈને કચરો ભેગો કરી રહ્યા છે. સરકારે ૨૦૦ કરોડ નવી નોકરીઓ આપી છે. જેનાથી મંગળ ગ્રહના એલિયન પણ આવીને ભારતમાં નોકરી કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના બીજા કટાક્ષભર્યો ફોટો ટ્વીટ કર્યો ‘ના વિચાર ના આશા’ સાથે લખ્યુ કે ભાજપે પોતાના ૨૦૧૯નું સ્લોગન રજૂ કર્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"