૪ વર્ષની બાળકી ઉપર ૬થી ૧૦ વર્ષના ચાર બાળકોએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
80

કાનપુર,તા.૩
કાનપુરમાં ચાર નાના બાળકો પર એક બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવાનાં આરોપમાં એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી બાળકોની ઉંમર ૬-૧૦ વર્ષની વચ્ચે છે. ગામની પંચાયતમાં આરોપી બાળકોએ પોતાનો ગુનો કબુલી લીધો છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ પણ વિમાસણમાં પડ્યા હતા. સાથે રહેલા મનોવૈજ્ઞાનિકો પણ બે ઘડી વિચારતા થઇ ગયા હતા.
આ ઘટના કાનપુરનાં મહારાજપુરીમાં બની છે. આ એક ખેડૂતની ચાર વર્ષની પુત્રી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે તેનાં પાડોશમાં રહેતા છથી દસ વર્ષની આયુના ચાર બાળકોએ તેને રમવાના બહાને પાસના એક ખાલી પ્લોટમાં લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક રીતે અશ્લીલતા કરી હતી. આ બાળકો પોતાના ઘરેથી કોઇ મોટા વ્યક્તિનો મોબાઇલ ફોન ચોરીને લાવ્યા હતા જેમાં પોર્ન ફિલ્મ અપલોડ હતી. આ ફિલ્મ જાઇને તેની નકલ કરતા અબોધ બાળકી સાથે અપ્રાકૃતિક સેક્સ કરવામાં આવ્યું.
આ ઘટના બાદ બાળકી પોતાના ઘરે પહોંચી ગઇ હતી, જા કે તેના નાજુક અંગોમાંથી લોહી વહી રહ્યુ હતું. ખેડૂત દંપત્તીને લાગ્યું કે રમત રમતમાં તે ક્યાંય પડી હશે અને તેનાં પેટમાં ઘા વાગ્યો હશે. તેઓ તેને લઇને હોસ્પિટલ ગયા હતા. દવાથી થોડો આરામ મળ્યા બાદ આ બાળકીએ પોતાનાં માતા-પિતાને જે જણાવ્યું તે સાંભળીને તેના માતા -પિતા અને ડોક્ટર્સનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY