૫ લાખ સ્કવેર ફૂટ જમીન સરકાર એક્વાયર કરશે ભારે વિરોધ છતા વડોદરામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કાર્યવાહી શરુ

0
103

વડોદરા,
તા.૧૩/૦૩/૨૦૧૮

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી અમલને ધ્યાનમાં રાખી વડોદરાના માણેજા-અકોટા રેલ્વે લાઇનની આસપાસની પાંચ લાખ ચોરસ ફુટ જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૃ થઇ છે જે અંગે રાજ્યના મહેસુલ સચિવે જિલ્લા કલેક્ટરને સુચના આપી છે જેને ધ્યાનમાં રાખી જમીન સંપાદન અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણુંક કરી હોવાનું જાણવા મળે છે. પ્રધાનમંત્રીનો ડ્રીમપ્રોજેક્ટ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન હવે સમયમર્યાદા કરતાં અગાઉ વર્ષ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું જે આધારે કેન્દ્ર સરકારે હાઇસ્પીડ રેલ કોર્પોરેશનની રચના કરી તે આધારે જાપાનની કંપનીઓએ મુંબઇ અમદાવાદ વચ્ચે રેલ્વે ટ્રેકની આસપાસની જમીનોનો સોઇલ ટેસ્ટ તેમજ ૬૦૦ મીટર સુધીની જમીન સંપાદન કરવાની શક્્યતાને ધ્યાનમાં રાખી માપણી કરી વિવિધ વિસ્તારમાં ખૂંટા પણ લગાવવામાં આવ્યા હતા.

હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૃ થતા કેટલાક વિસ્તારોમાં વિરોધ પણ શરૃ થયો છે. આ સામે હવે ગુજરાત સરકાર, હાઇસ્પીડ કોર્પોરેશન રેલ્વે વિભાગ, કોર્પોરેશન, કલેક્ટર વિભાગ વિગેરેની સંયુક્ત ટીમ તૈયાર કરી હવે જમીન સંપાદનની ઝડપી કામગીરી શરૃ કરી છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી મુંબઇ- અમદાવાદની મુખ્ય રેલ્વે લાઇનની બાજુમાંથી જ બુલેટ ટ્રેન પસાર કરવાનું નક્કી થયું જેથી હવે ૬૦૦ મીટરના સ્થને હવે ઓછી જમીન સંપાદન કરવી પડશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાતની જમીન સંપાદન કરવાની સુચના વાપીથી અમદાવાદ જિલ્લાના કલેક્ટરોને સુચના આપવામાં આવી છે. જે આધારે રાજ્યના મહેસુલ વિભાગે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૃ કરી છે.

તાજેતરમાં રાજ્યના મહેસુલ વિભાગે વડોદરા શહેરમાં મુંબઇ- અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટરની ટીમને સાથે રાખી જમીન સંપાદનની કાર્યવાહી કરવા સુચના આપી છે જેમાં પ્રારંભના તબક્કે માણેજા અને અકોટા વિસ્તારના રેલ્વે ટ્રેકની આસપાસની ૫,૦૯૬૧૨ ચોરસફુટ જમીન સંપાદનની કાર્યવાહી શરૃ કરી છે. ત્યારબાદ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને રેલ્વે ટ્રેકની આસપાસની વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જરૃરીયાત મુજબ જમીન સંપાદનની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. આ જમીન સંપાદનની કાર્યવાહીમાં જમીન- મકાન ગુમાવનાર અસરગ્રસ્તને હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર અને મહેસુલ વિભાગની સંયુક્ત ટીપી વળતર નક્કી કરી ચૂકવણી કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY