હવે માત્ર પાંચ પૈસા પ્રતિ લિટરમાં પીવાલાયક પાણી મળશે..!!

0
64

ન્યુ દિલ્હી,
ઉનાળો શરૂ થતાં દેશમાં ઘણાં સ્થાનો પર પીવાના પાણીની સમસ્યા શરૂ થાય છે. જેના પર હવે કેન્દ્ર સરકાર તરફથી નવતર પ્રયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે. થોડાક જ દિવસોમાં દરિયાના પાણીને પીવાલાયક પાણીમાં ફેરવીને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. ખરેખર જા આવું થાશે તો ભારતમાં પીવાના પાણીની સમસ્યાનો ઘણા અંશે ઉકેલ આવી જશે.
કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી નીતિન ગડકરીએ આ મુદ્દા અંગે બોલતા કÌšં કે, ખૂબ જ નજીકના ભવિષ્યમાં દેશમાં ઘરે ઘરે દરિયાના ખારાં પાણીને શુદ્ધ પીવાલાયક બનાવી પહોંચાડવામાં આવશે. આ માટે પ્રતિ લિટર ફક્ત ૫ પૈસા જેટલો જ ખર્ચ આવશે. સમુદ્ર કિનારાની દ્રÂષ્ટએ ભારત પાસે ખૂબ જ વિશાળ કિનારો છે જ્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરી મોટા પાયે પીવાનું પાણી ઉત્પાદિત કરી શકાય છે.
કેન્દ્રીય મંત્રીએ કÌšં કે હાલ આ યોજના પ્રાયોગિક ધોરણે છે અને તેનું ટ્રાયલ તામિલનાડુના તૂતીકોરિન ખાતે થઈ રÌšં છે.
ભોપાલ ખાતે આયોજીત બે દિવસીય નદી મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં ગડકરી કÌšં કે, નદીના પાણી માટે કેટલાક રાજ્યોમાં એકબીજા સાથે લડી રહ્યા છે તે ખૂબ દુઃખદ વાત છે. દેશમાં વહેતી નદીઓના જળ માટે એકબીજા રાજ્યોના લોકોને ઉકસાવવામાં આવે છે અને આંદોલનો કરાય છે પરંતુ ભારતની ઘણી જરૂરિયાતોને પૂરી કરી શકતી અને પાકિસ્તાન તરફ જતી નદીઓના પાણી વિશે કોઈને ચિંતા જ નથી. અત્રે નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ૬ નદીઓને શેર કરે છે.
નોંધનીય છે કે હાલ ઈઝરાયેલ રણ પ્રદેશ વચ્ચે રહેવા છતા ત્યાં પાણીની તંગી સહેજ પણ નથી. અહીં દરિયાના પાણીને પીવાના પાણીમાં ફેરવવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે. વડાપ્રધાન મોદીના ગત ઈઝરાયેલ પ્રવાસ વખતે ભારતમાં પણ આ પ્રકારનો પ્રયોગ લાગૂ કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY