આજ ની વાત નદીઓ પર બંધ બાંધી પ્રકૃતિને બાનમાં લેવાનો મનુષ્યજાતિનો મૂર્ખ પ્રયાસ અંતે મનુષ્ય જાતિનું નિકંદન કાઢે તો નવાઈ નહીં !?

0
1417

આજ ની વાત

પ્રકૃતિ દ્વારા બનાવાયેલું નદીઓ ખળખળ વહેતી ક્યાંક રણ તો ક્યાંક દરિયામાં સમાઇ જતી હતી જેના બંને કિનારે ફળદ્રુપ નગરો વસેલ હતા જ્યાં ખેતીમાં ધન-ધાન્ય ખૂબ પાકતું નદીમાં સ્થળચર જળચર પ્રાણીઓ આશરો લઇ જીવન ગુજારો કરતાં તો મનુષ્ય જાતિ નાવડીને વાહન બનાવ્યું પરિવહનનું સાધન બનાવ્યું અને ઉગેલ ધન-ધાન્ય અન્ય શહેર નગર તરફ રવાના કરાતા, ક્યાંય કોઈ પર્યાવરણની બૂમરાણ નહીં ગામડા સમ્રુદ્ધ ,કોઠીએ જાર અને રૂમઝૂમ કરતી ઘરમાં નાર આવે ગામડા ના ઘરમાં સામૂહિક જીવન સમાજ પ્રત્યેની ભાવના, ગામના હિત માટે મરી ફીટવાની વૃત્તિ, ગામ નો ભાઈચારો, સવારે વહેલા ઉઠવું વલોણું કરવું, દૂધ માખણ ઘી ની નદીઓ વહે પેસ્ટીસાઇડ વગરનું અનાજ, બપોરની વામકુક્ષી સંધ્યાના મંદિરની આરતી,પક્ષીનો કલરવ ,રાતનું વાળું ,ચોરાના ગામ ગપાટા અને સમયસર નિદ્રાદેવીને આધીન થવું એ દિનચર્યા હતી . કહેવાય છે કે લાઈટ-પંખા ટીવી ભલે ન હતા પરંતુ બદલાતી પ્રકૃતિએ ગામડાના જીવનને તરબતર બનાવી હતી. ત્યાં ઘઉંના પોન્ક ની ઉજાણી હોય, ક્યાંક શાકભાજી ની આપલે હોય સિઝનની કેરીની વહેંચણી હોય, ગામના અન્ય સમાજને તેના કાર્ય મુજબ મહેનતાણાંરૂપે અનાજ પાણી આપવામાં આવતા હોય ગુટકા ખાવાની ઉપાધિ ન હોય ટીવી મીડિયા કે મોબાઈલ થી થતી માનવચેતનાનું હનન ન હોય અરે ભાઈ આને રામરાજ્ય કહેવાય. વધુ આવતી કાલે.ક્રમશ.

તંત્રી ધનંજય ઝવેરી
9978406257

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY