આજથી બેન્કો શનિવારને છોડી સોમવાર સુધી બંધ રહેશે,કામકાજ પર પડશે અસર

0
114

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

આ અઠવાડિયે ગુરૂવાર એટલે કે ૨૯ માર્ચથી દેશનાં તમામ પ્રમુખ બેન્કોમાં શનિવારને છોડી આવતા સોમવાર સુધી બંધ રહેશે. માટે ધ્યાન રાખોજા કે, બેન્ક સાથે જાડાયેલ તમારૂ કોઇ જરૂરી કામ હોય તો આજે જ પૂર્ણ કરી લેજા.
પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે, ૨૯ માર્ચથી લઇ ૧ એપ્રિલ સુધી સતત બેન્કો બંધ રહેશે. પરંતુ ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કાન્ફેડરેશને સાફ કર્યુ છે કે, શનિવારે બેન્કો ખુલ્લી રહેશે અને તે દિવસે પણ સામાન્ય દિવસો માફક કામ ચાલૂ રહેશે.

ખરેખર ૨૯ માર્ચે મહાવીર જયંતી છે અને ૩૦ માર્ચે ગુડ ફ્રાઇડે છે. આ બંન્ને દિવસોએ રાજકીય રજા રહેશે. ૩૧ તારીખે મહિનાનો છેલ્લો શનિવાર છે જે મહિનાનો પાંચમો શનિવાર છે માટે બેન્ક બંધ નહી રહે. એક ખબર અનુસાર શનિવારે બેન્કોમાં સામાન્ય દિવસો માફક જ કામ રહેશે. બાદમાં એક એપ્રિલે રવિવાર છે, જે અઠવાડિક રજા છે.

મોટા ભાગે લોકોનો પગાર મહિનાનાં છેલ્લા દિવસોમાં આવે છે. આવામાં ઘણા દિવસો સુધી બેન્ક બંધ હોવાથી એટીએમમાં કેશની અછત ઉભી થઇ શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY