આજની વાત કર્મનું ફળ કોના ખાતામાં?

0
208

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું।…

એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો …

થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.રસોઇ ઝેરીલી થઈ ગઈ…

રસોઇ બનાવનારને આ ખબર ના હતી…

રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા.

રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્નભં હત્યાનું પાપ તેને લાગશે..

બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું?

૧-રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ?

૨-રસોઇયા- કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ?

૩-સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ?

૪-સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે ઝહેર ઓક્યું ?

ધણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો.

થોડા સમય પછી બહારગામથી ભુદેવો રાજાની મુલાકાતે આવે છે,

રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે

પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભુદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. બસ આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોને ખાતે ઉધારવું તે સુજી ગયું…

તરતજ તેને ફેસલો આપ્યો કે બ્રાભણોનાં મૃત્યુંનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે..

યમદૂતોએ પુછયું કે મહિલાને શા માટે તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકાજ નથી તો શા માટે ?

ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે..આ કિસ્સામાં ના તો રાજને કે સમીડીને કે સાપને કે રસોઇયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો…અને એટલા માટે પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે.

બીજાએ કરેલા પાપની નીંદા એ પાપના વખાણ કરવા થકી કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે.

ધણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને સાની સજા થાય છે? આ સજા જાણે અજાણ્યે કોઇની કરેલી કુથલી નીંદા અને બુરાઇ કરવાને કારણે આપણા ખાતામાં જમા થઈ હોય છે તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.

બોધ—કોઇની કુથલી, નીંદા કે બુરાઇ જાણે અજાણે કરવી નહીં..

શ્રી અંકિત સામાણી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY