આજનું ભારત મહિલા વિકાસથી આગળ વધીને મહિલા નેતૃત્વની વાત કરે છે : મોદી

0
96

ન્યુ દિલ્હી,
તા.૪/૫/૨૦૧૮

વડાપ્રધાને નમો એપ દ્વારા ભાજપના મહિલા મોર્ચાના પદાધિકારીઓ-કાર્યકર્તાઓને સંબોધ્યા

આપણે ચૂંટણી તો જીતીશું પરંતુ મારા માટે મોતી વાત છે પોલિંગ બૂથ જીતવું

કર્ણાટકની ચૂંટણીમાં જીત મેળવવા રાજકીય પાર્ટીઓ કોઈ જ કસર છોડવા માંગતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક ભાજપના મહિલા મોર્ચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ‘નમો એપ’ દ્વારા સંબોધિત કર્યા હતાં અને જીતનો ગુરૂમંત્ર આપ્યો હતો.

વડાપ્રધાને મહિલાશક્તિને લઈને કહ્યું હતું કે, આજે દેશ મહિલાના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. અમારા અને અમારી પાર્ટી માટે મહિલા ફર્સ્ટ છે. જા અમારી કેબિનેટ પર નજર કરવામાં આવે તો જાવા મળશે કે મહિલાઓને તેમની ક્ષમતા અનુંસાર જવાબદારીઓ સોંપવામાં આવી છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણની દુનિયાના પુરૂષો વચ્ચેના ફોટો ખુબ જ છવાઈ ગયા. જે દર્શાવે છે કે, અમે મહિલાઓને કેટલું મહત્વ આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીનો દ્રષ્ટકોણ જ બદલી નાખ્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે ચૂંટણી જીતીશું, પરંતુ મારા માટે મોટી વાત છે પોલિંગ બુથ જીતવું. જા આપણે પોલિંગ બુથ જીતીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે. જીત માત્ર પોલિંગ બુથમાં છે. લડાઈ બુથ પર લડવી હોય તો ઘરે ઘરે જઈને કોંગ્રેસ સરકારના ખોટા વાયદાઓને ઉઘાડા પાડો. દરેકને દેશના વિકાસની અપીલ કરવાની છે. આ કામ આપણા મહિલા મોર્ચાની સભ્યો કરશે. વિશ્વસનિયતા મહત્વપૂર્ણ બાબત છ્‌હે અને તેમાં અમારી મહિલાઓ ઘણી જ આગળ છે. અમે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે.

મહિલા મોર્ચાએ ઉજ્જ્‌વલા યોજનાના લાભાર્થીઓ સાથે સરઘસ કાઢવું જાઈએ જેથી આવેલો બદલાવ લોકોના ધ્યાનમાં આવે. અમે બેટી બચાઓ, બેટી ભઢાઓ અભિયાન શરૂ કર્યું, જેથી સેક્સ રેશિયોમાં સુધાર થયો.

વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે મેટરનિટી લીવ ૨૬ સપ્તાહ કરી. સાથે જ બાળકો માટે ક્રેચની સુવિધા પણ શરૂ કરાવી. શુકન્યા યોજના અંતર્ગત ૧૯ હજાર કરોડ રૂપિયા જમા થયા છે. કર્ણાટકમાં પણ દસ લાખથી વધારે ખાતા ખુલ્યા. કર્ણાટકમાં ચાર લાખ હેલ્થ ચેકઅપ સફળતાપૂર્વક થયા. માત્ર કર્ણાટકમાં બાળકો અને મહિલાઓને ટિકામુક્ત કરવામાં આવ્યાં. દેશની કરોડો મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યાં. કર્ણાટકમાં લગભગ ૯ લાખ ગરીબ પરિવારોને મફતમાં ગેસની સગડી પહોંચાડવામાં આવી.

કર્ણાટક ભાજપની મહિલા મોર્ચાની ઉપાધ્યક્ષના સવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સમાજના દરેક વ્યક્તિને પોતાની જવાબદારીનો એ રીતે અહેસાસ થાય કે, અમે શું કરી શકીએ છીએ. તેમાં જ આ સમસ્યાનું સમાધાન છે. જો વ્યક્તિમાં જવાબદરીની ભાવના જન્મે, જે પરિવારમાંથી પેદા થાય છે, તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. મહિલાઓ વિરૂદ્ધ થનારી હિંસા રોકવાનો પહેલો તબક્કો છે પરિવાર અને સમાજમાં લોકોના વિચારમાં પરિવર્તન લાવવું.

વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે હંમેશા આપણી દિકરીઓને પ્રશ્ન પુછીએ છીએ, પરંતુ દિકરાઓને ક્યારેય નથી પુછતા કે ક્યાં ગયો હતો. આપણે આ વિચારધારાને બદલવાની જરૂર છે. આપણે જીવનના પ્રારંભે જ બાળકોની અંદર આ સંસ્કાર વિકસિત કરવા પડશે. કેન્દ્ર સરકારે એક સાથે અનેક કાયદાઓ કડક બનાવવાનો નિર્ણય લીધો છે, જેમ કે પોસ્કો. હવે ૧૨ વર્ષ સુધીની બાળકી સાથે દુષ્કર્મ પર ફાંસીની સજા થશે. પરિવારના સંસ્કાર અને સમાજની સંસ્કૃતિ જ મહિલા વિરૂદ્ધ હિંસા અને ગુનાઓમાં ઘટાડો કરી શકે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY