આરોગ્ય વિભાગના કેરીનાં ગોડાઉનમાં દરોડા, ૫૮૦ કિલો કેરીનો નાશ

0
109

રાજકોટ,
તા.૨૩/૦૩/૨૦૧૮

મોટા પ્રમાણમાં કાર્બાઈડનો જથ્થો જપ્ત

આજના સમયમાં ભેળસેળવાળી વસ્તઓનુ વેચાણ વધી રહ્યું છે. માનવામાં ન આવે એ રીતે ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. શુક્રવારે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે કેરીનાં એક ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કાર્બાઈડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અહી કાર્બાઈડ દ્વારા કેરી પકવવામાં આવતી હતી.

રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે આશાપુરા રોડ વિસ્તારમાં આવેલા એક કેરીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયુ હતું. આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં કાર્બાઈડનો જથ્થો જપ્ત કર્યો. જેના દ્વારા અહી કેરી પકાવવામાં આવી હતી. કુલ ૫૮૦ કિલો જેટલી નુકસાનકારક કેરીનો નાશ કરાયો હતો. આરોગ્ય ખાતાના એક અધિકારીએ જણાવ્યું કે, અહી દરોડામાં અમને કેલ્શયમ કાર્બાઈડનો જથ્થો ઝડપાયો છે. આવી કેરી ખાવાથી આરોગ્યને નુકસાન છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સીઝન આવી ગઈ છે ત્યારે લોકો કેરીનો રસ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હાલ માર્કેટમાં વિવિધ રીતે ભેળસેળ કરીને કેરીનો રસ વેચવામાં આવે છે. કેરી જલ્દી પાકી જાય તે માટે કાર્બાઈડનો ઉપયોગ કરાય છે, જે હેલ્થ માટે બહુ જ હાનિકારક ગણાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY