અક્કલકુવા મહારાષ્ટ્રના જૈન પરિવાર દ્વારા તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ગામે હુમલો કરાયો હોવાનો રેહાના મકરાણીનો આક્ષેપ,તાપી પોલીસે કોઈ પગલાં ન ભર્યા હોવાનું કારણ આપી આત્મવિલોપનની ચીમકી આપી હતી.
રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામની એક મહિલાએ મહારાષ્ટ્ર અક્કલકુવાના જૈન પરિવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું તથા આ મામલે તંત્ર દ્વારા કોઈજ પગલાં ન ભરાયા હોવાનું કારણ આગળ ધરી 13મી માર્ચે નર્મદા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી હતી.પરંતુ એ મહિલા જેવી રાજપીપળા કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચી કે તરત ત્યાં પહેલેથી હાજર પોલીસ એને પોલિસ મથકે લઈ જવાતા હાઈ પ્રોફાઈલ ડ્રામાનો અંત આવ્યો હતો.
મહારાષ્ટ્ર અક્કલકુવાના જૈન પરિવારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ગામે પોતાના ઉપર હુમલો કર્યો હોવાનું ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામની રેહાના સમસુદ્દીન મકરાણીએ નિઝર પોલીસ મથકમાં રજુઆત કરી હતી.તો આ મામલે તંત્ર દ્વારા કોઈજ પગલાં ન ભરાયા હોવાનુ તથા જૈન પરિવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાનું કારણ આગળ ધરી 13મી માર્ચે નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.આ ચીમકીને પગલે પાટણ વળી ન થાય એ માટે સમગ્ર પોલીસતંત્ર,એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ તથા ડૉક્ટરોનો સ્ટાફ 13મીએ સવારથી રાજપીપળા કલેકટર કચેરીએ ખડે પગે રહ્યું હતું.બરોબર 4ના ટકોરે કલેકટર કચેરીના ગેટમાં એક રીક્ષા દાખલ થઈ.જ્યાં હાજર હે.કો ધનાભાઈ માધાભાઈએ રીક્ષા રોકી ટ્રેસ કરતા એમાં આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલા જ બેઠેલી મળી આવી હતી.બાદ સમગ્ર પોલીસ સ્ટાફે ત્યાં દોડી જઇ એ મહિલાને રાજપીપળા પોલીસ મથકે લઈ જવાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
તો બીજી બાજુ પોલીસ તપાસમાં એ મહિલા પાસેથી રજૂઆતના કાગળો સિવાય આત્મવિલોપન માટેની કોઈજ સામગ્રી મળી ન હતી.તેથી આ ફક્ત તંત્રને ખોટી રીતે બાનમાં લેવા મહિલાએ આત્મવિલોપનનું એક સ્ટંટ અને હાઇપ્રોફાઈલ ડ્રામા કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"