આધારકાર્ડનો દુરુપયો કરવા બદલ આરબીઆઈએ એરટેલ પેમેન્ટ બેન્કને ૫ કરોડનો દંડ ફટકાર્યો

0
94

ન્યુ દિલ્હી,
તા.૧૦/૦૩/૨૦૧૮

ભારતીય રિઝર્વ બેંક એ એસબીઆઈ પર દંડ ફટકાર્યા બાદ હવે એરટેલ પેમેન્ટ બેંક પર ૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ આ દંડ બેન્કિંગ ઓપરેશન્સ સાથે જાડાયેલ દિશા નિર્દેશ અને પોતાના ગ્રાહકોને કેવાયસી નિયમોના ઉલ્લંઘન કરવા પર લગાવ્યો છે. આરબીઆઈએ એરટેલ પર આ દંડ બેંકના દસ્તાવેજાની તપાસ કર્યા બાદ લગાવ્યો છે.

રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કે ૭ માર્ચ ૨૦૧૮ પર એરટેલ પેમેન્ટ્‌સ બેન્ક લિમિટેડને ૫ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. તેના પર આ દંડ કેન્દ્રીય બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા કેવાયસી નિયમો અને પેમેન્ટ્‌સ બેંકે વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા પર લગાવવામાં આવ્યો છે.

ગ્રાહકોની ફરિયાદ હતી તે તેમની મંજૂરી વિના જ એરટેલ પેમેન્ટ્‌સ બેંકે તેમના એકાઉન્ટ્‌સ ખોલી નાખ્યા. એરટેલના ગ્રાહકો જ્યારે પોતાના આધારને સિમ સાથે લિંક કરાવ્યું તો પેમેન્ટ્‌સ બેંકમાં તેમનું ખાતું ખોલી દેવામાં આવ્યું.

તેને લઈને મીડિયામાં પણ ખબરો આવી હતી. જેના પર રિઝર્વે બેંકે ૨૦-૨૨ નવેમ્બર ૨૦૧૭ પર બેંકમાં તપાસ માટે નિરિક્ષણ કર્યું હતું. નિરિક્ષણ રિપોર્ટ મુજબ બેંકના દસ્તાવેજામાં જાણવા મળ્યું કે, તેણે દ્ભરૂઝ્ર નિયમો અને ચુકવણી બેંક ઓપરેટીંગ માર્ગદર્શિકાઓનું ધ્યાન રાખ્યું નહોતું. બાદમાં રિઝર્વ બેંકે ૧૫ જાન્યુઆરીએ કંપનીને કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને બેંકના જવાબનું આકલન કર્યા બાદ તેના પર આ દંડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. એરટેલ પેમેન્ટ્‌સ બેંક પાછલા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY