અમદાવાદમાં મહિલાને તલાકને લઇ પતિએ આપી મારી નાખવાની ધમકી

0
67

અમદાવાદ,તા.૧૦
છેલ્લા કેટલાક સમય ની વાત કરીએ તો ઘરેલું હિંસા ના કિસ્સા વધી રહ્યા છે. નાની નાની બાબતો માં થયેલ ઘર કંકાસ નો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. અને વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે. આવો જ એક બનાવ શહેર ના વટવા વિસ્તાર માં જોવા મળ્યો છે. વટવા વિસ્તારમાં મહિલા ને તેના પતિ એ છૂટાછેડા માટે ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
વટવા સૈયદ વાડી નજીક રહેતી એક મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન તેના પતિ સાથે અણબનાવ રહેતા તે છેલ્લા પાંચ વર્ષ થી તેની માતા ના ઘરે રહે છે. જો કે તેનો પતિ છૂટાછેડા લેવા માટે તેની પર સતત દબાણ કરે છે
અને અવારનવાર ફોન પર ઝઘડા કર્ય કરે છે. જો કે ગુરૂવારે મોડી સાંજે ફરિયાદી નો માતા ના ફોન પર તેના પતિ નો ફોન આવ્યો હતો અને મહિલા ને ધમકી આપી હતી કે તું મુજે તલાક દે વરના તેરેકો ઔર તેરે પરિવાર કો ખતમ કર દુંગા. આમ કહી ને તેને ફોન કટ કરી દીધો હતો. સમગ્ર ઘટના ની જાણ મહિલા એ પોલીસ ને કરતા પોલીસ એ હાલ માં મહિલા ની ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે. લૉકડાઉનમાં પતિ-પત્નીના ઝઘડાઓ ચરમસીમા પર પહોંચી ગયા છે. પતિ-પત્નીના આ ઝઘડાઓના કારણે પોલીસ મથકોમાં ઘરેલું હિંસાની ફરિયાદો વધી ગઈ હોવાના અહેવાલથી પણ ચકચાર મચી ગઈ હતી ત્યારે અમદાવાદ શહેરમાંથી વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY