અમદાવાદ,તા.૧૦
સવારથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. મણિનગર, ઘોડાસર, વટવા વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. જોકે ઘાટલોડિયા, નારણપુરા અને નવરંગપુરા વિસ્તાર કોરો ધાકોર છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા અને પાટણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"