અમદાવાદ,તા.૧૦
રાજ્યમાં કોરોનાના કારણે રાજ્યમાં બે મહિના જેટલું લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે અનલોક અમલી કરાય રહ્યું છે. જોકે હજી પણ રાજ્યમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ સ્થિર થઇ નથી. તેવામાં સ્કૂલો દ્વારા ઉઘરાવવામાં આવતી ફીને લઇને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
વાલી એકતા મંડળની રજૂઆતો બાદ અમદાવાદની રોઝરી સ્કૂલે ફી વધારો પરત ખેંચ્યો છે. તેમજ જેઓ ફી ન હતા ભરી શક્યા તેમનું ઓનલાઇન શિક્ષણ શરૂ કરાવવામાં આવ્યું છે. જયેશ પટેલ અને ગુજરાત વાલી એકતા મંડળના આગેવાનો અને રોઝરી સ્કૂલના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. જેમાં વાલી એકતા મંડળ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવ્યા બાદ સ્કૂલે ફી વધારો પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો.
સાથે જ જે વાલીઓએ બાળકોની સ્કૂલ ફી ભરી દીધી છે. તેમને વધારાની ચૂકવેલી રકમ પરત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છેકે, વાલી એકતા મંડળ દ્વારા સ્કૂલ બંધ તો ફી બંધ અભિયાન અંતર્ગત છ મહીનાની ફી માફીની માગ કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"