લોકડાઉનમાં આરટીઓ બંધ છતાં કામગીરી ચાલુ…!!

0
69

અમદાવાદ,તા.૧૦
અમદાવાદ આરટીઓમાં લોકડાઉન દરમીયાન કામગીરી જનતા માટે બંધ હતી.પરંતુ ટેબલ નીચે પૈસા લઈને કામગીરી ચાલુ હતી.લોકડાઉનમાં પણ આરટીઓના કર્મચારીઓએ તકનો લાભ લઈને ૫૦૦ અરજીઓ પર કામકાજ કરી દીધું છે. જોકે વાહનને લગતા કામકાજ બંધ હતા.તેમ છતાં અરજીઓને એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે.
જોકે વાહન ટ્રાન્સફર કરવા હોય તો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વાહનના જરૂરી દસ્તાવેજ લઈને આરટીઓ કચેરી અરજદારે આવવાનું હોય છે. ત્યાર બાદ વાહનના દસ્તાવેજ પૂર્ણ હોય તો વાહન ટ્રાન્સફર કરવા માટે એપ્રુવલ આપવામાં આવે છે.પરંતુ લોકડાઉન દરમિયાન જે વાહન ટ્રાન્સફર થયા છે તે કેવી રીતે કરવામાં આવ્યા છે.અને કોના કહેવાથી કરવામાં આવ્યા છે. તેને લઈ તપાસ થઈ રહી છે. જો કે ચાર ક્લાર્કની બદલી કરીને સમગ્ર્ કૌભાડને દબાવામાં આવી રહ્યું છે.. કર્મીઓની બદલી ગેરરીતી અટકાવવા નહિ પણ ઉચ્ચ અધિકારીને છાવરાવા કરાઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY