અમદાવાદ,તા.૨૩
બોડકદેવ વિસ્તારમાં રહેતા ઓર્થોપેડિક ડોક્ટરના ક્રેડિટકાર્ડમાંથી કોઈ અજાણી વ્યક્તિએ રૂ.૩૦,૦૦૦ની ખરીદી કરી છેતરપિંડી આચરી હોવાની ઘટના બની છે. બે ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી થતાં ડોક્ટરે ક્રેડિટકાર્ડ બ્લોક કરાવી દીધું હતું છતાં તેમાંથી ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ડોક્ટરે આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
બોડકદેવના પ્રેમચંદનગર રોડ પર આવેલા ગોયલપાર્કમાં રહેતા અને વ્રજ ટાવર પાસે ઓર્થો કેર નામની હોસ્પિટલ ધરાવતા ડો. દર્શન શાહ એસબીઆઇનું ક્રેડિટકાર્ડ વાપરે છે. બે દિવસ અગાઉ તેમની હોસ્પિટલમાં હતા તે દરમ્યાનમાં તેમના મોબાઈલ ફોન પર એસબીઆઇના ક્રેડિટકાર્ડના બે મેસેજ આવ્યા હતા.
બે ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.૩૦,૦૦૦ની ખરીદી કરવામાં આવી હતી. ઓટીપી વગર મેસેજ આવતાં કોઈ વ્યક્તિએ તેમની જાણ બહાર ખરીદી કરી લીધી હતી, જેથી તેઓએ તાત્કાલિક બેન્કમાં જાણ કરી તેમનું ક્રેડિટકાર્ડ બ્લોક કરાવી દીધું હતું.બ્લોક કરાવ્યા બાદ પણ સાંજે મેસેજ આવ્યો હતો, જેમાં ટ્રાન્ઝેક્શનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જાકે કાર્ડ બ્લોક થઇ ગયું હોવાથી ટ્રાન્ઝેક્શન થયું ન હતું.
કોઈ અજાણી વ્યક્તિએ ડો. દર્શન શાહના ક્રેડિટકાર્ડનો નંબર અને પાસવર્ડ મેળવી ઓનલાઈન રૂ.૩૦,૦૦૦ની ખરીદી કરી લેતાં તેઓએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"