આજની વાત: વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે સમાંતર સરકાર ચલાવવાની પરેશ ધાનાણીની જાહેરાત

0
102

આજની વાત:

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે સમાંતર સરકાર ચલાવવાની પરેશ ધાનાણીની જાહેરાત ગુજરાતને લોકશાહીના આદર્શ સ્વરૂપ તરફ લઈ જતી ભાસે છે. વિરોધ પક્ષના ધારાસભ્યોને સંલગ્ન વિભાગના મંત્રી બનાવી સરકારના મંત્રી પર ચેક પોઇન્ટ બેસાડવા સાથે જે તે વિભાગ અન્વયે આમ આદમીને પડતી તકલીફોનું પણ અહીં નિરાકરણ લાવવાની કવાયત હાથ ધરાશે. આટલું જ નહીં વિવિધ બોર્ડ નિગમોમાં પણ નિમણૂક કરી તે સંલગ્ન કામગીરીની પણ દેખરેખ રખાશે. કોંગ્રેસના આ નિર્ણયને પ્રજા તથા શાસકોએ આવકારવો જ રહ્યો.
હા, કોંગ્રેસે પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે. આ નિર્ણય માત્ર રાજકીય ઉદ્દેશ સર કરનારો ન બને. આનાથી પ્રજાને સાચા અર્થમાં લાભ થવો જોઈએ. વળી આવી જ કામગીરી કેન્દ્ર સરકાર અનુસંધાને પણ કરાવી જોઈએ.
પરેશ ધાનાણી અને તેમની ટીમને અભિનંદન.
ડો તરુણ બેન્કર-(Mo.)9228208619

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY