અમદાવાદ,
તા.૧૪/૦૩/૨૦૧૮
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શિલજનગરમાં એક કિશોરની હત્યા થઈ છે.અસામાજીક તત્વોએ છરીના ઘા મારી હત્યા કરી છે.આ મામલે અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ હત્યાના પગલે સ્થાનિકોમાં રોષ જાવા મળી રહ્યો છે. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. અસામાજીક તત્વોના ત્રાસથી કંટાળી મહિલાઓએ હોબાળો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે શિલજનગરના એક કિશોરને કેટલાક અસામાજીક તત્વોએ છરીના ઘા મારીને પતાવી દેતા સ્થાનિક રહિશોએ અમરાઇવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જા કે મહિલાઓ દ્વારા પોલીસ મથકનો ઘેરાવો કરીને અસામાજીક તત્વોને તાત્કાલિક અસરથી પકડી પાડીને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ ઉચ્ચારી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"