અમદાવાદમાં ચરોતર પટેલ સોસાયટીમાં સગીર પ્રેમી-પંખીડાનો આત્મહત્યાનો પ્રયાસ

0
181

અમદાવાદ,
તા.૧૮/૪/૨૦૧૮

શહેરના મણિનગરમાં સ્વામીનારાયણ મંદિર સામે આવેલી ચરોતર પટેલ સોસાયટીમાં એક ૧૫ વર્ષીય કિશોરી તેમજ ૧૭ વર્ષીય કિશોરે સાથે મળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

આજે વહેલી સવારે સગીર પ્રેમી પંખીડાએ ઝેર પી લેતા આ પ્રેમી પંખીડાઓને મણિનગરની એલ.જી. હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્નેને હોસ્પટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બન્નેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

માત્ર એટલું જ નહીં,બન્નેએ છરી વડે પોતાની છાતી પર ઘસરકા મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાને પગલે મણિનગર પોલીસ એલ.જી. હોસ્પટલ દોડી ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY