અમદાવાદથી શીરડી જતી એસટી બસ ખીણમાં ઉતરી ગઈ, ૨૦ મુસાફર ઈજાગ્રસ્ત

0
111

ડાંગ,
તા.૩/૫/૨૦૧૮

બસના ચાલકે સ્ટયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના ઘટી

ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર અમદાવાદથી શીરડી જતી એસટી બસને અકસ્માત ખીણમાં ઉતરી ગઈ હતી. જેથી બસમાં સવાર ૨૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અને તમામ ઈજાગ્રસ્તોને વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર આંબાવાડા-અહેરડી ગામ નજીક એસટી બસને એક્સડન્ટ નડ્યો હતો. અમદાવાદથી શીરડી જતી એસટી બસના ચાલકે સ્ટયરીંગ પરથી કાબુ ગુમાવતા ઉંડી ખીણમાં ઉતરી ગઈ હતી. જેથી બસમાં સવાર ૨૦થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. અને ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તાની બંને બાજુ પર રેલિંગ ન હોવાના કારણે બસે કાબુ ગુમાવતા બસ ખાઈમાં ખાબકી ગઈ હતી.

જા કે બસમાં મુસાફરી કરી રહેલા કોઈની પણ જાનહાનિ થઈ નથી. પરંતુ બસમાં સવાર ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વહેલી સવારે બનેલ ઘટનાના કારણે સ્થાનિક લોકો દ્વારા મુસાફરોને બચાવ માટે મદદ કરવામાં આવી હતી. જે પછી સાપુતારા પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY